અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાલીઓ અને વિદ્યાર્થીઓને ઝટકો : FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી

  • FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી મંજૂર કરી
  • કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટરની ફી વસૂલી શકશે
  • ટેકનિકલ કોલેજોએ 233 ટકા સુધી ફી વધારો માગ્યો

ગુજરાતમાં ઈજનેરી સહિત ટેકનિકલ કોલેજોમાં આગામી ત્રણ વર્ષ માટે નવી ફી નિર્ધારિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ ટેકનિકલ કોલજની 3 વર્ષની ફી જાહેર થઈ ચૂકી છે. જ્યારે કેટલીક કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાતી FRC દ્વારા આ મામલે વિચારણા પણ કરવામાં આવી છે.ત્યારે FRCએ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. ફાઈનલ ફીમાં વિલંબ થતાં FRCએ પ્રોવિઝનલ ફી મંજૂર કરી છે. FRCએ ટેકનિકલ કોલેજોને 10 ટકા સુધીનો ફી વધારો આપ્યો છે. હાલ પ્રોવિઝનલ ફીના આધારે વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે.નવી ફી નક્કી થયા પછી વધ-ઘટ સરભર કરવામાં આવશે.

વાલીઓએ વધારાની ફી કોલેજોમાં જમા કરાવી પડશે
બીજી તરફ આ મામલે ફી રેગ્યુલેટર કમિટીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હાલ જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ ફી કોલેજોએ વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. બાદમાં FRC દ્વારા જે ફાઈનલ ફી જાહેર કરાશે તે પ્રમાણે જ કોલેજો ફી વસૂલી શકશે. જો આ ફી પ્રોવિઝનલ ફી કરતા વધારે હશે તો વાલીઓએ ઉપરની ફી કોલેજોમાં જમાં કરાવવાની રહેશે, જ્યારે ઓછી હશે તો કોલેજ ફીમાં વધધટ સરભર કરી આપશે.

અગાઉ 500 કોલેજેને આપ્યો હતો 5 ટકા સુધીનો વધારો
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાતની ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજની વર્ષ 2023-24થી 2025-26ની ફી FRC દ્વારા જાહેર કરવામાં આવી હતી. ગુજરાતની 500 ટેકનિકલ કોલેજોની 3 વર્ષની ફી જાહેર કરવામાં આવી હતી. રાજ્યની કુલ 640 કોલેજોમાંથી 500 કોલેજોને 5 ટકા સુધીનો ફી વધારો માંગ્યો હોવાથી તેમને ફી નિયમન સમિતિએ એફિડેવિટના આધારે મંજૂરી આપી હતી. આ ઉપરાંત 76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નહોતો.

110 કોલેજોએ માંગ્યો 5 ટકાથી વધું ફી વધારો
કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 દરમિયાન તમામ ટેકનિકલ કોલેજોએ ફીમાં વધારો કર્યો નહોતો, એટલે કે ફી યથાવત રાખી હતી. આ બ્લોક 2020-21, 2021-22 અને 2022-23ની ફી જાહેર કરાઈ નહોતી. જેથી એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજોની 2025-26 સુધીનું ફી માળખું નક્કી કરવા માટે ગત માર્ચ મહિનામાં દરખાસ્ત માંગવામાં આવી હતી. આ કોલેજોની મૂળ ફીમાં 5 ટકાનો નોશનલ વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો, તેને ધ્યાને લઈને સમિતિએ આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. 500 કોલેજોએ 5 ટકાનો વધારો માંગતા તેમની મંજૂરી અપાઈ છે. જ્યારે 76 કોલેજોએ કોઈ વધારો માંગ્યો નથી. તો 110 કોલેજોએ 5 ટકાથી વધું વધારો માંગ્યો હોવાથી આ મામલે નિર્ણય લેવામાં આવ્યો નહોતો.જ્યારે 110 કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાથી ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા આ કોલેજો પાસે ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે. હાલ FRC દ્વારા આ કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ છે. 10 કોલેજની પ્રોવિઝનલ ફી 1 લાખ કરતાં વધુ મંજૂર થઈ છે.

આ પણ વાંચો : MBA – MCA ની 19815 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ : તા.17 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

Back to top button