ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

હું ગાંધી પરિવારની નોકરી નથી કરતોઃ અમેઠીના કોંગ્રેસ ઉમેદવારે કેમ આપ્યું આવું નિવેદન?

  •  ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે અમેઠી
  •  રાહુલ ગાંધી ગત ચુંટણીમાં હારી જતા આ વખતે અમેઠીને બદલે રાયબરેલી બેઠક કરી પસંદ
  • ગાંધી પરિવારના નજીક ગણાતા કિશોરલાલ શર્મા પર અમેઠી બેઠક માટે પસંદગી ઉતારી

ઉત્તર પ્રદેશ,5 મે:  યુપીમાં અમેઠી લોકસભા બેઠકએ ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રહી છે. આ વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતે ક્યાંથી લડશે એ અંગે છેક સુધી સસ્પેન્સ રાખીને અંતે અમેઠીની જગ્યાએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે. યુુપીમાં લોકસભા ચૂંટણી માટે અમેઠીને હોટ સીટ માનવામાં આવી રહી છે. અમેઠીમાં કોંગ્રેસના ગાંધી પરિવારના નજીકના ગણાતા કિશોરીલાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. અમેઠીમાં ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કિશોરીલાલ શર્મા વચ્ચે ટક્કર જોવા મળશે. ગાંધી પરિવારના માનીતા કિશોરીલાલ શર્માનું એક નિવેદન હાલ ચર્ચાના એરણે છે. જેમાં તેમણે કહ્યું છે કે, “હું ગાંધી પરિવાર માટે કોઈ નોકરી નથી કરતો હું માત્ર રાજનેતા છું.”

લોકસભા ચૂંટણી પહેલા નેતાઓનો એકબીજા પર આરોપોનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે અમેઠી લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે, કે એલ શર્માએ કહ્યું કે, ‘અમેઠીથી ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી નેતૃત્વનો હતો, કારણ કે અગાઉ આ બેઠક માટે ઉમેદવાર નક્કી નહોતા થયા કે અમેઠીથી કોણ ચૂંટણી લડશે. જોકે, હું એક મોટું નિવેદન આપી રહ્યો છું કે હું સ્મૃતિ ઈરાનીને હરાવીશ.’

કેએલ શર્માએ વધુમાં જણાવતા કહ્યું કે, ‘હું ગાંધી પરિવાર માટે કોઈ નોકરી નથી કરી રહ્યો. હું માત્ર રાજકારણી છું. હું વિદ્યાર્થી સંઘના સમયથી 1983માં અહીં આવ્યો હતો. મને કોંગ્રેસ તરફથી કોઈ પગાર મળ્યો નથી. આજે ભલે મારું કદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની  જેટલું નથી, પરંતુ તે પહેલાં ઘણું મોટું હતું.’

નોંધનીય છે કે 2019ની ચૂંટણીમાં ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. હવે અહીંથી કોંગ્રેસના કેએલ શર્મા અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે. અમેઠીમાં ભાજપના સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના કેએલ શર્મા સિવાય બસપાના નન્હે સિંહ ચૌહાણ પણ સ્પર્ધામાં છે,  સપા-કોંગ્રેસ ગઠબંધનના કારણે સમાજવાદી પાર્ટીએ અમેઠીમાં ઉમેદવાર જાહેર કર્યા નથી. માટે અમેઠીમાં આ લોકસભા ચૂંટણીમાં ત્રિકોણીયો જંગ થવાનો છે.

આ પણ વાંચો: કોણ છે કિશોરીલાલ શર્મા, જેણે કોંગ્રેસે અમેઠીથી આપી ટિકિટ? જાણો

Back to top button