ગોંડલ પૂર્વ MLA અને રીબડાના વતની મહિપતસિંહ જાડેજાનું નિધન

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે વહેલી સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામમાં ખૂબ જ ચર્ચિત નામ હતું. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલ બેઠકથી ચૂંટણી જીત્યા હતા. તેમના નિધનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. આજે રીબડા મુકામે તેમના નિવાસસ્થાને તેમની અંતિમ યાત્રા નીકળશે.
કેન્દ્રીય બજેટ-2023 : બજેટમાં મહિલાઓને વિશેષ ભેટ, જાણો શું મળ્યું ?
આ પણ વાંચો:Live : કેન્દ્રીય બજેટ-2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજુ કરવા પહોંચ્યા સંસદ ભવન
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મોટું અને ચર્ચિત નામ હતું. તેમને સરકાર દ્વારા બારવટીયા જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને પછી તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ક્ષત્રિય સેનાની સ્થાપના કરી હતી અને તેના પ્રમુખ પણ તેઓ બન્યા હતા.
આ પણ વાંચો:બજેટ 2023: સેન્સેક્સ 450 અંક અને નિફ્ટી 0.85 ટકા ઉછાળો, શું બજારની અપેક્ષા પર ખરું ઉતરશે બજેટ?











