ટ્રેન્ડિંગનેશનલ

વિદેશી દુલ્હને પહેર્યા ઘાઘરા-ચોલી : અમેરિકી છોકરી બની ખેડૂત ઘરની પુત્રવધુ, હિંદુ રિત-રિવાજથી કર્યા લગ્ન

હ્રદયસ્પર્શતી આ કહાની રાજસ્થાનના નાગૌરની છે. અમેરિકાની એક છોકરી અહીંના ખેડૂત પરિવારની પુત્રવધુ બની છે. અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ બેંકર એલાઈજાએ અહીં રહેતા આદિત્ય સાથે સંપુર્ણ હિન્દુ અને રાજસ્થાની રીતિ-રીવાજમાં લગ્ન કર્યા છે. ગામડામાં વિદેશી દુલ્હનનો પારંપરિક અંદાજ જોય લોકો પણ આશ્વર્ય પામ્યા છે. આ લવ સ્ટોરી અનોખી છે. બંને પરિવાર ઘણા ખુશ છે.
બંન્નેના લગ્ન નાગૌરના જાયલ ઉપખંડના આકોડા ગામમાં થયા. વિદેશી દુલ્હન ઘાઘરા-ચોલી, પારંપરિક ઘરેણા અને રાજસ્થાની શીંગારમાં સજીને મંડપમાં પહોંચી હતી. અમેરિકામાં રહેતી એલાઈજાએ ભારતીય સાંસ્કૃતિને અપનાવતા સમગ્ર વિધિ-વિધાનથી આદિત્યની સાથે સાત ફેરા લીધા અને પરિવારનો હિસ્સો બની ગઈ.

આદિત્ય એક સાધારણ ખેડૂત પરિવારનો પુત્ર

આદિત્ય એક સાધારણ ખેડૂત પરિવારમાંથી છે. તેના પિતા રઘુવીર સિંહ ભારતીય વાયુસેનામાં હતા. પરંતુ તેમનું અચાનક હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે બાદ પરિવારની જવાબદારી તેની માં મધુબાલાના ખભા પર આવી ગઈ. એક ગૃહિણી હોવા છતાં તેમને પોતાના બે બાળકોને સારી શીક્ષા આપવામાં કોઈ ખામી રાખી નથી. તેમની મહેનતનું પરિણામ છે કે, આજે આદિત્ય અમેરિકામાં એક સ્ટ્રેટેજી કંસલ્ટેંટ તરીકે કામ કરી રહ્યો છે, જ્યારે બહેન અપૂર્વા એક ડિઝાઈનર આર્કિટેક છે.

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

અમેરિકામાં કામ કરતા આદિત્યની મુલાકાત એલાઈજા સાથે થઈ હતી. જે એક ઈન્વેસ્ટમેન્ટ બેંકર છે. બંને વચ્ચે દોસ્તી થઈ અને ધીરે ધીરે સંબંધ પ્રેમમાં પરિવર્તીત થયો. અલગ અલગ દેશની સંસ્કૃતિઓના હોવા છતાં બંનેએ એક બીજાને જીવનસાથીના રુપમાં પસંદ કર્યા. લગ્નને લઈને સૌથી ખાસ વાત એ રહી કે, બંને આ લગ્ન સંપૂર્ણ રીતે ભારતીય અને રાજસ્થાની પરંપરા અનુસાર કરવાનો નિર્ણય લીધો. એલાયજાએ આ નિર્ણયનું સમ્માન પણ કર્યું અને દિલથી ભારતીય સંસ્કૃતિ અપનાવી. લગ્નના દિવસે તેઓએ પારંપરિક ઘાઘરા-ચોલી પહેર્યા, હાથમાં ચૂડલો, ઘરેણાથી શ્રૃંગાર સજી અને માથા પર પલ્લુ લઈ જ્યારે મંડપમાં પહોંચી તો ઉપસ્થિત દરેક તેને જોઈને આશ્વર્યચકિત થઈ ગયા.

લગ્નના દરેક રીવાજ, પીઠી, મહેંદી. ફેરા અને સિંદુરદાની પૂરી શ્રદ્ધા અને રીત રીવાજ સાથે નિભાવ્યા. અલાઈજાએ પરંપરાને સમજીને નિભાવી, જેથી ગામના લોકો પ્રભાવિત થયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે રીતે તેઓએ ભારતીય સંસ્કૃતિને અપનાવ્યા તે કાબિલે તારીફ છે.

આ પણ વાંચો : બેટ દ્વારકાના સમુદ્રમાં મળ્યા હજારો વર્ષ જૂના પ્રાચિન બંદરના અવશેષો, ઈતિહાસપ્રેમીઓ અને સંશોધકોમાં ભારે ઉત્સાહ

Back to top button