વૈશ્વિક અનિશ્ચિતતાઓ ટ્રમ્પ ફેક્ટરને પગલે સેન્સેક્સ અને નિફ્ટી 50નો ફ્લેટ પ્રારંભ

મુંબઇ, 6 ઓગસ્ટ, 2025: વૈશ્વિક અનિશ્ચિતતાઓ ટ્રમ્પ ફેક્ટરને કારણે આજે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી 50 નિર્દેશાંકોનો ફ્લેટ પ્રારંભ થયો હતો. જેમાં બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 80710 સામે 16 પોઇન્ટ નરમ ખુલીને હાલમાં 100 પોઇન્ટથી ઉપર ચાલી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 પણ પાછલા બંધ 24,649 સામે ફક્ત 8 પોઇન્ટ નરમ ખુલી હતી અને હાલમાં 19 પોઇન્ટ ઉપર ચાલી રહી છે. આજે સૌપ્રથમ આરબીઆઇની ઘોષણા પર બજારનું ધ્યાન રહેશે.
દરમિયાનમાં આ લખાય. છે ત્યારે સવારે 8.53 કલાકે ગિફ્ટ નિફ્ટી 34 પોઇન્ટ નરમ ક્વોટ થઇ હતી. નોંધનીય છે કે ગઇકાલે સેન્સેક્સ 308 પોઇન્ટ અને નિફ્ટી 75 પોઇન્ટના ઘટાડા સાથે બંધ આવી હતી. નિષ્ણાતોના અનુસાર જ્યાં સુધી અમેરિકાનું ભારત પ્રત્યેનું વર્તન સ્પષ્ટ નહી બને ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતા છવાઇ શકે છે.
નિષ્ણાતોનું માનીએ તો આ રાજકીય તણાવની અસર ભારત-અમેરિકા સંબંધો પર દેખાઈ રહ્યા છે, જે હવે સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ખાસ કરીને આઇટી અને ફાર્મા ક્ષેત્રોમાં અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે જે વિદેશી ચલણનો મોટો સ્ત્રોત છે. તેથી, આશા છે કે આ મામલો ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. હાલમાં, બજારમાં રોકાણકારોએ થોડા સાવધ રહેવાની જરૂર છે.
એશિયન માર્કેટ
એશિયન માર્કેટમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યુ હતું. દક્ષિણ કોરિયા ઘટાડાની દોડમાં અગ્રેસર રહ્યુ હતું. જેમાં કોસ્પી 0.64 ટકા અને કોસડેક 0.57 ટકા તૂટ્યો હતો. જાપાનનો નિક્કેઇ 225 પણ 0.12 ટકા ઘટ્યો હતો. ત્યારે બ્રોડર ટોપીક્સ ઇન્ડેક્સ 0.45 ટકા અને ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/ASX 200 0.38 ટકા વધ્યો હતો.
અમેરિકન માર્કેટ
અમેરિકાના મોટા ભાગના નિર્દેશાંકો ઘટીને બંધ આવ્યા હતા. એસએન્ડપી 500 0.49 ટકા, જ્યારે નાસડેક કંપોઝિટ 0.65 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.14 ટકા તૂટ્યો હતો.
આજે બજારના અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ સંકેતો જોઇએ તો સૌથી મોટો RBI નાણાકીય નીતિ છે, જ્યાં 25 બેસિસ પોઈન્ટનો દર ઘટાડો અપેક્ષિત છે, જોકે RBIના પગલાં મર્યાદિત બની રહ્યા છે. આજે ઘણી મોટી કંપનીઓના પરિણામો આવશે, જેમ કે Bajaj Auto, Hero MotoCorp, Trent, Pidilite, BHEL અને Divi’s Lab; આમાંથી મોટાભાગની કંપનીઓ ભારતમાં વ્યવસાય કરે છે.
બીજો મોટો મુદ્દો ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં FIIની વધતી જતી વેચવાલી છે, જે લગભગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આનાથી બજાર દબાણ હેઠળ છે અને કોઈ પણ તેજી લાંબા સમય સુધી ટકી શકતી નથી. ટેકનિકલ સ્તરના દૃષ્ટિકોણથી, નિફ્ટી 3 દિવસથી આંતરિક દિવસોમાં નાની રેન્જમાં બંધ થઈ રહી છે.
નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ 24,500-24,550 છે, જ્યારે પ્રતિકાર સપાટી 24,700-24,750 છે અને મુખ્ય પ્રતિકાર 24,800-24,850 પર છે. બેંક નિફ્ટી હાલમાં નબળી છે, તેનો પહેલો મુખ્ય સપોર્ટ 54,800-55,000 પર છે.
આ પણ વાંચોઃ બેરોજગારી 34 મહિનાઓમાં સૌથી ઓછીઃ લોકો પાસે 9 વર્ષમાં સૌથી વધુ રોજગારઃ CMIE












