ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

પોલીસ અને બુટલેગરોની મિલીભગત, દારુકાંડમાં જરોદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પાંચ પોલીસ કર્મી સસ્પેન્ડ

વડોદરા 1 સપ્ટેમ્બર 2025: વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનને મળેલ ગાતમીના આધારે વડોદરાથી હાલોલના ધોરીમાર્ગ પર ગત માસની ૪ તારીખે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા આસોજની સીમ નજીકથી રૂપિયા ૩૯,૬૫ લાખનો ભારતીય બનાવટનો વદેશી દારૂ ઝડપ્યો હતો જે પૈકી દારૂની કેટલીક પેટીઓ ડી સ્ટાફના કર્મચારીઓએ બુટલેગરોને વેચવાના વિવાદની તપાસ ચાલુ થવા પામી હતી જે તપાસ દરમિયાન નવા નમાયેલા એસ પી શુસીલ અગ્રવાલની લાલ આંખ થતાં જરોદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના ત્રણ હેંડ કોન્સ્ટેબલ અને બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જરોદ પોલીસ સ્ટેશનના પી આઈ એમ આર ચૌધરી ને તત્કાળ બદલી કરીને લીવ રેઝેવમાં મુક્યા છે જ્યારે જી આર ડી જવાન તાહિર સતારભાઇ ઘાંચીની હકાલપટ્ટી કરવામાં આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

ગત માસની ચોથી તારીખે જરોદ ડી સ્ટાફના પોલીસ કર્મીઓએ દારૂ ભરેલું કન્ટેનર વડોદરાથી હાલોલ ના ધોરીમાર્ગ પર આવતા આસોજ ગામ નજીક થી ઝડપ્યું હતું જે બાદ કન્ટેનર ને એક ચોક્કસ જગ્યાએ લઈ જવાયું હતું અને વડોદરા જીલ્લાના મળતીયા ત્રણ બુટલેગરોને સ્થળ પર બોલાવ્યા હતા જ્યાં કેટલાક પોલીસના માણસોએ બુટલેગરોને કેટલીક દારૂની પેટીઓ પધરાવી દીધી હતી જેના વિડિયો વાઇરલ થતાં જ છેક ગાંધીનગર કક્ષા સુધી વાયરલ વીડિયો પહોંચતા જ રેલો જીલ્લા પોલીસ વડા રોહન આનંદ સુધી પહોંચતા જ તપાસનો દોર વડોદરા ડીવિઝન ના ડી વાય એસ પી ને સોંપી હતી તપાસ દરમિયાન ડી વાય એસ પી દ્વારા જરોદ પોલીસ સ્ટેશનના પી આઈ અને ડી સ્ટાફના પાંચેય પોલીસ કર્મીઓ અને પોલીસ સ્ટેશનના પી એસ ઓની પુછપરછ કરાઈ હતી.

આ દરમિયાન જીલ્લા પોલીસ વડા રોહન આનંદની બદલી થઇ અને નવા નિમાયેલા જીલ્લા પોલીસ વડા સુશીલા અગ્રવાલે આજે ચાર્જ સંભાળ્યો હતો અને ચાર્જના નવમાં દિવસે જ આકરાં પગલાં લેતા જ જરોદ પોલીસ સ્ટેશનના પી આઈ એમ આર ચૌધરીને લીવ રિઝેવમાં મુક્યા અને ડી સ્ટાફના પાંચ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જરોદ પોલીસ સ્ટેશન માં જી આર ડી તરીકે ફરજ બજાવત તાહિર સતારભાઇ ઘાંચીની તત્કાળ હકાલપટ્ટી કરવામાં આવી છે આમ નવા નિમાયેલા એ.પી સુશીલ અગ્રવાલ ની કડક કાર્યવાહી ને પગલે એકંદરે પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે દારુ પ્રકરણમાં થતી ચર્ચાઓ મુજબ પોલીસ દ્વારા બાતમીદારોને રૂપિયા ચૂકવવા માટે દારૂનો વહીવટ કરાયાની પણ ચર્ચાઓ છે.

આ પણ વાંચો: ભારત-ચીન વચ્ચેનો વ્યાપારી ગાઢ સંબંધ અમેરિકાની બેચેની વધારશે, ટ્રમ્પ પર વધશે દબાણ

Back to top button