ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શિકાગોમાં રેસ્ટોરાં બહાર અંધાધૂધ ગોળીબારઃ 4 લોકોના મૃત્યુ, 14 ઈજાગ્રસ્ત

અમેરિકાઃ 3 જુલાઈ, 2025: Firing on Crowd in Us Chicago: અમેરિકાના શિકાગોમાં બુધવારે રાત્રે એક રેસ્ટોરાંની બહાર ગોળીબારમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા અને 14 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટના વિશે જાણકારી આપતા જણાવ્યું કે, ‘ગોળીબાર દરમિયાન ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 3 લોકોની સ્થિતિ ગંભીર છે.

ક્યાં અને કેવી રીતે થઈ ઘટના?

મળતી માહિતી અનુસાર, આ ઘટના એક રેસ્ટોરાંની બહાર બની હતી જ્યાં એક ગાયકના આલ્બમ રિલીઝ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, કોઈએ રેસ્ટોરાંની બહાર ઉભેલી ભીડ પર ગોળીબાર કર્યો હતો અને તરત જ વાહનમાં બેસીને ફરાર થઈ ગયો હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈની અટકાયત કરવામાં નથી આવી. આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.

મૃતકોમાં 2 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ

પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ, 21થી 32 વર્ષની વયના 13 મહિલાઓ અને 5 પુરૂષોને ગોળી વાગી છે. મૃતકોમાં 2 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે, ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તમામ સારવાર હેઠળ છે.

શું કહે છે આંકડા?

છેલ્લાં 50 વર્ષોમાં, 15 લાખથી વધુ અમેરિકન લોકોના મૃત્યુ ગન કલ્ચરના કારણે થયો છે. અમેરિકાની વસ્તી લગભગ 33 કરોડ છે પરંતુ હથિયારોની સંખ્યા 40 કરોડથી વધુ છે. અમેરિકામાં નિયમો અનુસાર, રાઇફલ અથવા નાની બંદૂકો ખરીદવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને અન્ય હથિયારો માટે તે 21 વર્ષ છે.

આ પણ વાંચોઃ શું તમારા ગુપ્તાંગમાં પણ પ્લાસ્ટિક છે! બાળકો પેદા કરવામાં બની શકે છે અવરોધ, સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચોઃ PM મોદીએ હસતાં હસતાં ભારતની શું વાત કરી?, ઘાનાના સાંસદો આશ્ચર્યચકિત થઈ એકબીજા સામે જોવા લાગ્યા

Back to top button