ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટનગરના મતદારો જાણો કોને આપે છે “એક મોકો”

ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં બીજા તબક્કા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાની ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે બે બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.

Gandhinagar Election Ward

દહેગામ બેઠક:

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની કુલ પાંચ બેઠકો આવેલી છે. જેમાં દહેગામ વિધાનસભા, કલોલ વિધાનસભા, માણસા વિધાનસભા, ગાંધીનગર ઉત્તર અને ગાંધીનગર દક્ષિણનો સમાવેશ થાય છે. આજે અહીં દહેગામ વિધાનસભા બેઠકની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે.

Gandhinagar Election Ward

વર્ષ 2012માં કોંગ્રેસના કામિનીબા ભૂપેન્દ્રસિંહ રાઠોડને 61043 મત મળ્યા હતા. તથા ભાજપના ઠાકોર રોહિતજી ચંદુજીને 58746 મત મળ્યા હતા. જેમાં કામિનીબા 2297 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ચૌહાણ બલરાજસિંહ કલ્યાણસિંહને 74445 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહને 63585 મત મળ્યા હતા. જેમાં ચૌહાણ બલરાજસિંહ 10860 મતથી જીત્યા હતા. જેમાં દહેગામ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 111876 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 108796 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 15 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 220687 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ગાંધીનગર દક્ષિણ બેઠક:

ગાંધીનગર જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકોનું જાતિસમીકરણ કહી અલગ ચિતાર દર્શાવે છે. તમામ બેઠકો પર અલગ અલગ પક્ષોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. ત્યારે ગાંધીનગર દક્ષિણની બેઠકની ચર્ચા કરવા જોઈએ તો આ બેઠક 1967થી ભાજપ પક્ષે પાંચ વખત જીતનો સ્વાદ ચાખ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર ચાર વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. આ બેઠક ભૂતકાળના રાજકીય પક્ષોએ એક એક વખત સાશન કર્યું છે પરંતુ આ બેઠકને પહેલેથી ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે પરંતુ આ વખતે ગઢમાં વાદ વિવાદના વાદળો જોવા મળી રહ્યા છે.

Gandhinagar Election Ward

વર્ષ 2012માં ભાજપના શંભુજી ચેલાજી ઠાકોરને 73551 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ સુરેશકુમાર ચતુરદાસને 69326 મત મળ્યા હતા. જેમાં શંભુજી ચેલાજી ઠાકોર 4225 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ઠાકોર શંભુજી ચેલાજીને 107480 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ગોવિંદજી હીરાજી સોલંકીને 95942 મત મળ્યા હતા. જેમાં ઠાકોર શંભુજી ચેલાજી 11538 મતથી જીત્યા હતા. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 190927 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 180660 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 11 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 371598 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ગાંધીનગર ઉત્તર બેઠક:

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકનું અસ્તિત્વ વર્ષ 2012ની ચૂંટણીમાં આવ્યું હતું. વર્ષ 2008ની વિધાનસભા ચુંટણીમાં આ બેઠક હતી નહિ પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ નવું સીમાંકન થતા ગાંધીનગર ઉત્તર બેઠકનું અસ્તિત્વ આવ્યું હતું, ત્યારબાદ વર્ષ 2012માં આ બેઠક પર ચૂંટણી થઈ હતી.

Gandhinagar Election Ward

વર્ષ 2012માં ભાજપના અશોકકુમાર રણછોડભાઈ પટેલને 87999 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ઠાકોર જુગાજી નાથાજીને 79988 મત મળ્યા હતા. જેમાં અશોકકુમાર રણછોડભાઈ પટેલ 8011 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ડૉ. સી. જે. ચાવડાને 80142 મત મળ્યા હતા. તથા ભાજપના રણછોડભાઈ પટેલને 74406 મત મળ્યા હતા. જેમાં ડૉ. સી. જે. ચાવડા 5736 મતથી જીત્યા હતા. જેમાં ગાંધીનગર ઉત્તર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 129938 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 123739 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 11 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 253688 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

માણસા બેઠક:

ગાંધીનગર જિલ્લાનું માણસા શહેર માણસા તાલુકાનું મુખ્ય મથક છે. માણસાનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. માણસા ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. માણસા ગાંધીનગર જિલ્લાનો એક ભાગ છે અને તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. માણસા બેઠક અંતર્ગત માણસા તાલુકા ઉપરાંત કલોલ તાલુકાના વેદ-હિંમતપુરા, જામલા, વાગોસણા, ધેંધુ, સોભાસણ, ઇટલા, લીંબોદરા, અલુવા, મુબારકપુરા, બાલવા-રામપુરા, પ્રતાપપુરા – 1, ચંડીસણા, આમજા, નાદરી, સોજા, પાળીયાદ, ખોરજડાભી વગેરે ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Gandhinagar Election Ward

વર્ષ 2012માં કોંગ્રેસના ચૌધરી અમિતભાઈ હરિસિંગભાઈને 78068 મત મળ્યા હતા. તથા ભાજપના ડી.ડી. પટેલને 70040 મત મળ્યા હતા. જેમાં ચૌધરી અમિતભાઈ હરિસિંગભાઈ 8028 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના પટેલ સુરેશકુમાર ચતુરદાસને 77902 મત મળ્યા હતા. તથા ભાજપના અમિતભાઈ હરિસીંગભાઈ ચૌધરીને 77378 મત મળ્યા હતા. જેમાં પટેલ સુરેશકુમાર ચતુરદાસ 524 મતથી જીત્યા હતા. જેમાં માણસા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 118676 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 112162 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 230847 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

કલોલ બેઠક:

કલોલ તાલુકામાં સમાવિષ્ટ થતા ગામોમાં અધાણા, અલુવા, અમાજા, આરસોદીયા, બાલવા, ભાદોલ, ભાવપુરા, ભીમાસણ, મોટી ભોંયણ, બિલેશ્વરપુરા, બોરીસણા, ચાંદીસણા, છત્રાલ, દંતાલી, ધમાસણા, ધાણજ, ધાણોટ, ધેંધુ, દિંગુચા, ગણપતપુરા, ગોલથરા, હાજીપુર, હિંમતપુરા, ઇસંદ, ઇટલા, જામળા, જસપુર, જેઠલાજ, કલોલ, કણથા, કરોલી, ખાત્રજ,ખોરાજડાભી, લીંબોદરા, મોખાસણ, મુબારકપુરા, મુળાસણા, નાદરી, નંદોલી, નારદીપુર, નસમેદ, નાવા, ઓલા, પાળીયાદ, પાલોડીયા, પલસાણા, પાનસર, પીયાજ, પ્રતાપપુરા, રકાણપુર, રામનગર, રાંચરડા, રણછોડપુરા, સબાસપુર, સનાવડ, સાંતેજ, શેરીસા, સોભાસણ, સોજા, ઉનાલી, ઉસ્માનાબાદ, વડાવસ્વામી, વડસર, વગોસણા, વણસાજડા, વણસાજડા ધેડીયા, વયાણા, વેડા સહિતના ગામોનો કલોલ વિધાનસભા બેઠકમાં સમાવેશ થાય છે.

Gandhinagar Election Ward

વર્ષ 2012માં કોંગસના બળદેવજી ચંદુજી ઠાકોરને 64757 મત મળ્યા હતા. તથા ભાજપના ડો.અતુલભાઈ કાલીદાસ પટેલને 64414 મત મળ્યા હતા. જેમાં બળદેવજી ચંદુજી ઠાકોર 343 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગસના બળદેવજી ચંદુજી ઠાકોરને 82886 મત મળ્યા હતા. તથા ભાજપના ડો.અતુલભાઈ કે.પટેલને 74921 મત મળ્યા હતા. જેમાં બળદેવજી ચંદુજી ઠાકોર 7965 મતથી જીત્યા હતા. જેમાં કલોલ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 127795 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 120986 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 248784 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

Back to top button