વિશેષ

FBI જેટ, 50 હજાર ડોલરનું સ્વીટ અને ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી ડેટ…, ફરી વિવાદમાં ફસાયા કાશ પટેલ  

અમેરિકાના FBI ડાયરેક્ટર કાશ પટેલ ફરી એક વાર વિવાદમાં ફસાયા છે. આ વખતે વિવાદ તેમની કથિત લક્ઝરી લાઈફસ્ટાઈલ અને સરકારી સંશોધનોને લઈને ઉભો થયો છો. અમેરિકી મીડિયા રિપોર્ટ અનુસાર, એફબીઆઈ ડાયરેક્ટર કોઈ સત્તાવાર પ્રવાસે હતા પરંતું આ પ્રવાસ દરમ્યાન તેઓએ તેમની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિંસ સાથે અંગત પળો વિતાવી હતી.

રિપોર્ટ અનુસાર, 10 મે 2025ના કાશ પટેલ પોતાની 27 વર્ષિય ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિંસ સાથે FBIના ગલ્ફસ્ટ્રીમ-V જેટથી વોશિંગ્ટનથી ફિલાડેલ્ફિયા પહોંચ્યા હતા. ત્યાં બંન્નેએ પ્રખ્યાત મ્યૂઝિક સ્ટાર્સ જોર્જ સ્ટ્રેસ અને ક્રિસ સ્ટેપલટનનો કોન્સર્ટ જોયો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંન્ને લગભગ 35 હજારથી 50 હજાર ડોલરની કિંમતના પ્રાઈવેટ સ્વીટથી આ શોનો આનંદ માણ્યો હતો.

FBIના ફ્લાઈટ ક્રૂ અને સુરક્ષા અધિકારી મોડી રાત સુધી ડ્યૂટી પર હતા તૈનાત

 

આ બાબતે  વધુ વિવાદ એટલે પકડ્યો કારણ કે, FBIના ફ્લાઈટ ક્રૂ અને સુરક્ષા અધિકારી મોડી રાત સુધી ડ્યૂટી પર તૈનાત હતા. રિપોર્ટ અનુસાર, કોન્સર્ટ પૂરો થયા બાદ રાત્રે 11 કલાકે અધિકારી પટેલ અને તેમની ગર્લફ્રેન્ડના બહાર આવવાની રાહ જાઈ રહ્યા હતા, જેનો ઓવરટાઉમ ખર્ચ પણ વધ્યો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

FBIએ આ આરોપોને ફગાવવાના કર્યા પ્રયત્નો

 

જો કે, FBIએ આ આરોપોને ફગાવવાના પ્રયત્નો કર્યા છે. બ્યૂરો તરફથી કહેવામાં આવ્યું છે કે, એલેક્સિસ વિલ્કિંસ આમંત્રિત મહેમાન હતી. આ યાત્રા સત્તાવાર કાર્યક્રમનો  ભાગ હતી. FBI પ્રવક્તા બેન વિલિયમસને મીડિયા રિપોર્ટને ભ્રામક જણાવતા કહ્યું કે, એજન્સીના પ્રમુખ કેટલીક રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય વહીવટો સાથે આવા કાર્યક્રમમાં ભાગ લે છે. આ પહેલી વાર નથી કે કાશ પટેલની યાત્રા વિવાદમાં આવી છે. આ પહેલા પણ હવાઈમાં પર્લ હાર્બરના યૂએસએસ એરિજોનો મેમોરિયલ પાસે થયેલ એક VIP સ્નોર્કલ ટ્રીપને લઈને પણ વિવાદ થયો હતો. આલોચકોએ કહ્યું હતું કે, ઐતિહાસિક અને સંવેદનશીલ સ્થળો પર આ પ્રકારની ગતિવિધીઓ ખોટો સંદેશ આપે છે.

મિલાન વિંટર ઓલ્પિક દરમ્યાન પણ પટેલનો વીડિયો થયો હતો વાયરલ

 

આ ઉપરાંત મિલાન વિંટર ઓલ્પિક દરમ્યાન પણ પટેલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે અમેરિકી હોકી ટીમના ખેલાડીઓ સાથે ઉજવણી કરતો અને બીયર પીતો જોવા મળ્યો હતો. જો કે, પટેલે દર વખતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમની તમામ યાત્રાઓનો સત્તાવાર ઉદ્દેશ્ય હતો. અને પોતાનો વ્યક્તિગત ખર્ચ જાતે ઉઠાવે છે.

 

આ પણ વાંચો : 20મી મેના કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળ, દેશના 12.40 લાખ, ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર રહેશે બંધ

Back to top button