કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગ

નુકસાનના સરકારી રાહત પેકેજમાં વિસંગતતા સામે ખેડૂતોનો વિરોધ, આ તાલુકાઓના 166 પૈકી 50 ગામને સહાય, 66 ગામ બાકાત

અમરેલી 9 સપ્ટેમ્બર 2025: અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા અતિ ભારે વરસાદને કારણે ઉભા પાકોને થયેલા નુકસાનની સામે સરકારી રાહત પેકેજમાં જોવા મળતી વિસંગતતા વિરુદ્ધ વિરોધ દર્શાવ્યો છે. આજે સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોએ તેમની માંગો રજૂ કરી છે. આ વિરોધમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લામાં કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સરકારે આ નુકસાનની સહાય જાહેર કરી છે, પરંતુ તેમાં ખૂબ વિસંગતતા જોવા મળી રહી છે. સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા વિસ્તારના કુલ ૧૧૬ ગામો પૈકી માત્ર ૫૦ ગામોને જ આ રાહત પેકેજ મળવા પાત્ર બનાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૬૬ ગામોને આ સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ કારણે ખેડૂતોમાં તીવ્ર અસંતોષ અને કચવાટ જોવા મળી રહ્યો છે.

આવેદનપત્રમાં ખેડૂતોએ માંગ કરી છે કે બાકી રહેલા ૬૬ ગામોના ખેડૂતોને પણ તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે. તેમજ, તે સમયે કરવામાં આવેલા સર્વેમાં જોવા મળેલી વિસંગતતાને દૂર કરીને ન્યાયી વિતરણ કરવું જોઈએ. ખેડૂતોએ સાવરકુંડલા મામલતદાર કચેરીએ ભેગા થઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને તેમને રોષ વ્યક્ત કર્યો. સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે, સરકારની આ વિસંગતતા ખેડૂતોના અધિકારોનું હનન છે. અમે તમામ ખેડૂતોને ન્યાય મળે તે માટે સંઘર્ષ કરીશું અને વન વિભાગના અન્યાયી નિયમો વિરુદ્ધ પણ અવાજ ઉઠાવીશું. આ વિરોધ અને આવેદનને લઈને ખેડૂતોની માંગો પર સરકાર અને વન વિભાગ તરફથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભારે વરસાદથી બનાસકાંઠામાં પરિસ્થિતી બેકાબૂ, શંકર ચૌધરી અડધી રાત્રે નિકળ્યા!

Back to top button