પાક નુકસાનીના વળતરમાં જબરી ગોલમાલ, તલાટી મંત્રી પાકનો દાખલો નથી આપતા

અમરેલી 8 સપ્ટેમ્બર 2025: અમરેલી જિલ્લામાં ૨૦૨૪માં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના પેકેજમાં ખાટલે મોટી ખોટ સર્જાઈ છે. પાણી પત્રકમાં મગફળીનો પાક ન હોવાથી કપાસના પાકનો દાખલો તલાટીએ આપતા નથી નુકસાની વળતરમાં ગોલમાલ થયાની ચર્ચા થઈ રહી છે.
સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર ૨૦૨૪માં જે કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા ના ઘણા ગામડાઓમાં પાક નુકશાની થઈ હતી. આ બાબતની અનેક રજૂઆતો થઈ અનેક આંદોલનો થયા અને તેના પરીણામ રૂપે સરકારે અંતે ચાલુ માસમાં ઓક્ટોબર ૨૦૨૪ની પાક નુકશાનીના વળતરનુ પેકેજ આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં બાજી હાથ માંથી સરકતી હોય તેવુ દેખાતા આ સહાય પેકેજ આપવાની ફરજ પડી એટલે શરતોને આધીન નહિવત ઈચ્છા સાથે આપ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
આ પેકેજમાં હેક્ટર દીઠ ૧૧૦૦૦/- અને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય નિયત કરેલા ગામોના ખેડૂતોને ચૂકવવા જણાવાયું છે પરંતુ તેમાં તલાટી મંત્રી નો કપાસના પાકના વાવેતરનો દાખલો સાથે જોડવા જણાવ્યું છે. અમરેલી, વડિયા કુંકાવાવ તાલુકાના ખેડૂતોના પાણી પત્રક ક્યારેક જ તલાટીઓ ભારે છે ગત વર્ષે મીડિયા અહેવાલ બાદ ઘર બેઠા ખેડૂતોને પૂછ્યા વગર પાણી પત્રક બનાવી ખેડૂતના ખેતરમાં મગફળીના પાકનુ વાવેતર બતાવતા હાલ આ જ તલાટીઓ ના ગળે ગાળિયો સાતા તે જ કપાસના વાવેતરને દાખલો આપવાની ના પાડતા જોવા મળ્યા છે. તો બીજી બાજુ ખેડૂતોને પરાણે પેકેજ આપવું પડતું હોય તેમ તે સમયના એટલે ઓક્ટોબર ૨૦૨૪ના સમયના પાક નુકશાનીના ફોટોગ્રાફ માંગતા હવે એક વર્ષ જૂના પોતાના ખેતરના પાક નુકશાની ના ફોટોગ્રાફ ક્યાંથી લાવવા તે મોટો પ્રશ્ન ખેડૂતોની સામે આવતો જોવા મળી રહ્યો છે.
હાલ સમગ્ર વિસ્તાર ના ખેડૂતો તલાટી મંત્રીઓને આ સહાય મેળવવા ભાઈ બાપા કરતા હોય પણ અધિકારીઓ કઈ રીતે દાખલો આપે તે એક મોટો પ્રશ્ન છે ત્યારે ખેડૂતો ને માટે આ સહાય પેકેજ માથાના દુઃખાવા સમાન બન્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. આ પેકેજની સહાય ફક્ત પોતાના મળતીયા ઓને જ મળે તેવી નીતિ સરકારે અપનાવી હોય તેવુ ધક્કા ખાતા ખેડૂતો કહી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનો કહેર: સુઈગામમાં 16.14 ઇંચ તો ભાભરમાં 12.91 ઈંચ વરસાદ, ચારે બાજુ પાણી જ પાણી












