Bollywood: શું સંજય લીલા ભણસાલીને હાર્ટએટેક આવ્યો? અહેવાલ પર આવ્યું અપડેટ

Sanjay Leela Bhansali: આજે (25 ફેબ્રુઆરી 2026) એક વાયુવેગે અહેવાલ ફેલાઈ રહ્યા છે કે, બોલિવૂડના જાણિતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને હાર્ટ એટેક આવ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે હવે આ ન્યૂઝને લઈને હવે મોટી અપડેટ સામે આવી રહી છે.
ભણસાલી ફરતા થયા ચિંતાજનક સમાચાર
બોલીવૂડના પ્રખ્યાત ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વિશે એક ચિંતાજનક સમાચાર ઓનલાઈન ફરતા થયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે, 24 ફેબ્રુઆરીએ તેમનો 63મો જન્મદિવસ ઉજવ્યાના એક દિવસ પછી, આજે (25 ફેબ્રુઆરી)એ ભણસાલીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચારથી ચાહકો અને સેલિબ્રિટીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
શું ભણસાલીને હાર્ટએટેક આવ્યો?
જો કે આ ન્યૂઝ ચારેકોર ફેલાઈ જતા અંતે ભણસાલીની ટીમે સ્પષ્ટતા કરવી પડી હતી કે, આવા કોઈ ન્યૂઝ સાચા નથી. ડિરેક્ટરની ટીમ તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘નમસ્તે, સંજય લીલા ભણસાલીને હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તેમાં કોઈ સત્ય નથી. અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા સમાચાર ફેલાવશો નહીં. તમારી સમજણ બદલ આભાર.’

ભણસાલી કેમ ગયા હતા હોસ્પિટલ
ટીમે એમ પણ જણાવ્યું હતું કે ડિરેક્ટરનેને હૃદયરોગનો હુમલો આવ્યો નથી. તેઓ રૂટિન ચેકઅપ માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ગયા હતા. દરમિયાન, ડિરેક્ટરના પરિવારે પણ ભણસાલી પ્રોડક્શન્સના સત્તાવાર પેજ પર એક નિવેદન બહાર પાડ્યું હતું કે. ‘સંજય લીલા ભણસાલી એકદમ સ્વસ્થ છે. તેઓ નિયમિત તબીબી તપાસ માટે ગયા હતા અને ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે તમારા બધાના પ્રેમ, ચિંતા અને સંભાળ માટે આભારી છીએ. તમારા સમર્થન અને શુભેચ્છાઓ બદલ આભાર.’
રણબીર સાથે કામ કરી રહ્યા છીએ
સંજય લીલા ભણસાલી હાલમાં તેમની નવી ફિલ્મ “લવ એન્ડ વોર”માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મે જબરદસ્ત ચર્ચા જગાવી છે, અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, ફિલ્મના શૂટિંગમાં વિવિધ અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. શૂટિંગમાં વિલંબ, કલાકારોની તારીખોમાં ફેરફાર અને ફરીથી શૂટિંગને કારણે, “લવ એન્ડ વોર” હાલમાં તેની નિર્ધારિત તારીખે રિલીઝ થવાનું છે.
આ પણ વાંચો : રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે કોણ છે વધુ અમીર?












