ટ્રેન્ડિંગમનોરંજન

કોણ હતા અરવિંદ વેકરિયા? જેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ

Entertainment News: પીઢ કલાકાર અરવિંદ વેકરિયાના નિધનથી ગુજરાતી નાટક અને થિયેટર સૃષ્ટિના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ધારાવાહિકમાં ‘બાઘા’ ના લોકપ્રિય પાત્રથી દેશભરમાં જાણીતા બનેલા અભિનેતા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા રંગભૂમિના પીઢ કલાકાર હતા. અરવિંદ વેકરિયાએ દાયકાઓ સુધી પોતાના અદભુત અભિનય અને અનોખી કલા શૈલીથી દર્શકોના દિલ જીત્યા હતા. નાટકો ઉપરાંત તેમણે કેટલીક ટીવી સિરિયલોમાં પણ યાદગાર કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે જે ટીવી શોથી તેમના પુત્ર તન્મયને ભારે લોકપ્રિયતા મળી, તે જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં અરવિંદભાઈએ પણ એક ઝવેરી (જ્વેલર) નું પાત્ર ભજવીને શાનદાર કેમિયો રોલ કર્યો હતો.

અભિનયનો વારસો

અરવિંદ વેકરિયા મુખ્યત્વે ફેમિલી-સોશિયલ અને કોમેડી નાટકોના માસ્ટર ગણાતા હતા. તેમણે માત્ર અભિનય જ નહીં, પરંતુ કેટલાક નાટકોના દિગ્દર્શનમાં પણ પોતાની કુશળતા સાબિત કરી હતી. ગુજરાતી ફિલ્મો યશોદા, છાનૂ ચમકલો અને રુપિયા નાચ નચાવેમાં તેમના રોલ માટે તેઓ સૌથી વધુ જાણીતા છે. તેઓ શક્તિમાન ટીવી શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકપ્રિય નાટકોની સફર

અરવિંદ વેકરિયાના મુખ્ય નાટકોમાં સિદ્ધાર્થ રાંદેરિયા જેવા દિગ્ગજ કલાકાર સાથેનું અજબ કરામત સુપરહિટ કોમેડી નાટક હતું. આ ઉપરાંત ઘર ઘરની વાત કૌટુંબિક નાટકમાં તેમણે અભિનય કરવાની સાથે દિગ્દર્શનની જવાબદારી પણ ખૂબ જ સુંદર રીતે નિભાવી હતી. પ્રખ્યાત લેખક નિરેન ભટ્ટ દ્વારા લિખિત હાસ્ય નાટક
રિટર્ન ટિકિટમાં પણ તેમનો રોલ ઘણો પ્રશંસનીય રહ્યો હતો. અન્ય નોંધપાત્ર નાટકોમાં બાપા કમાલ દીકરા ધમાલ, ગુજ્જુભાઈની ગોલમાલ હતા. ચિનગારી’, ‘જીવન ચોપાટ’ અને ‘શિકાર’ જેવા નાટકોનું તેમણે સફળ દિગ્દર્શન કરીને તેમણે નવી પેઢીના કલાકારો માટે એક ઉત્તમ પ્રેરણા પૂરી પાડી હતી.

આ પણ વાંચોઃ ‘તારક મહેતા’ના બાઘા પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, પિતા અરવિંદ વેકરિયાનું નિધન
Back to top button