ગુજરાતટોપ ન્યૂઝવીડિયો સ્ટોરી

ક્યાંથી મળ્યા લુપ્તપ્રાય સુરજ કાચબા, વીડિયો જોઈ ચોંકી જશો!

ગાંધીનગર, દહેગામ 17 જૂન 2025: દહેગામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી રાષ્ટ્રીય સ્તરે લુપ્તપ્રાય ગણાતા સુરજ કાચબાઓ મળી આવતાં વનવિભાગ અને સ્થાનિક સામાજિક સંસ્થાઓ દ્રારા મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક રહેવાસીઓએ કાચબાઓ જોવા મળ્યા હોવાની જાણ વન વિભાગને કરી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે ખાતરી કર્યા બાદ ત્યાંથી સાત જીવતા સુરજ કાચબા સલામત રીતે પકડ્યા અને જરૂરી તબીબી તપાસ બાદ તેમને નિવાસયોગ્ય સ્થળે છોડી મૂકવાની તૈયારી હાથ ધરી છે.

આ સુરજ કાચબા સીડીયુલ ફર્સ્ટમાં આવતી પ્રજાતિનો ભાગ છે, જેને ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસર રીતે સુરક્ષા આપવામાં આવી છે. કુદરતી વસવાટમાંથી દૂર શહેરના હાઉસિંગ વિસ્તારમાં આવા અલભ્ય કાચબાઓ મળી આવવો એક ચિંતાજનક વિષય છે.

વન વિભાગના અધિકારીએ શું જણાવ્યું?

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની પ્રજાતિઓ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક લોકોની સતર્કતા અને તત્કાલ માહિતી આપવાના કારણે કાચબાઓને બચાવા શક્ય બન્યા છે.”

આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, રાજુલા નજીક કાર તણાઈ, એકનું મોત ત્રણનો ચમત્કારિક બચાવ

Back to top button