વીજ ધાંધિયા: સુરત, નવસારી સહિત દ.ગુજરાતમાં વીજળી ડૂલ

સુરત: 12 માર્ચ: 2025: શહેરમાં ઓરેન્જ એલર્ટમાં લોકો ગરમીથી શેકાઈ રહ્યાં છે. તો બીજી તરફ વીજ કંપની દ્વારા અપાતા વીજ સપ્લાયમાં વારંવારના વિક્ષેપના કારણે લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. ત્યારે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
લોકો ગરમીથી બચવા માટે સરકારી તંત્રની ગાઈડ લાઈનનો અમલ કરે છે. તો બીજી તરફ વીજ કંપની રેઢિયાળ કામગીરી લોકોને ગરમીમાં વધુ મુશ્કેલી ઉભી કરી રહી છે. સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં વીજળી ડૂલ થઈ છે. સુરત તાપી, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે જઈને હોબાળો કર્યો હતો. જ્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કે, એક કલાકમાં વીજળી આવી જશે.
આ પણ વાંચો..CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત નેતાઓ ઉજવ્યું રંગપર્વ, જુઓ તસવીરો












