ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં જલ જીવન મિશન સાથે સંકળાયેલા 25 સ્થળો પર EDના દરોડા

  • જલ જીવન મિશન સાથે સંકળાયેલા સ્થળો પર EDની કાર્યવાહી
  • અમારા નેતાઓ પર જ ફોકસ કરવામાં આવી રહ્યું છે : CM અશોક ગેહલોત

રાજસ્થાન : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દરરોજ એક યા બીજા કેસને લઈને દરોડા પાડી રહી છે. તે દરમિયાન, રાજસ્થાનમાં ED ફરી એકવાર એક્શન મોડમાં છે. EDએ શુક્રવારે જલ જીવન મિશન કેસમાં જયપુરમાં 25 સ્થળોએ દરોડા પાડયા છે. જેને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, “અમારા નેતાઓ પર જ ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ ખરાબ રાજનીતિ છે.” મળતી માહિતી અનુસાર, રાજસ્થાનમાં જલ જીવન મિશન પ્રોજેક્ટમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં ED સર્ચ ઓપેરેશન ચલાવી રહી છે. જેમાં IAS ઓફિસર સુબોધ અગ્રવાલ અને IRS ઓફિસર રોલી અગ્રવાલના સ્થાનો પણ સામેલ છે.

 

EDના રાજસ્થાનમાં મોટા પાયે દરોડા

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા દરમિયાન EDની ટીમો સુબોધ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓના ઘરે પહોંચી છે. EDની ટીમ તેના નિવાસસ્થાન અને ઓફિસ સહિત 20 સ્થળોએ પહોંચી છે. તે જ સમયે, PHED મંત્રી મહેશ જોશી, ચીફ એન્જિનિયર કેડી ગુપ્તા, એન્જિનિયર દિનેશ ગોયલ, પ્રોપર્ટી ડીલર રામકરણ શર્માના જયપુર સ્થાનો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDના દરોડાથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. સુબોધ અગ્રવાલએ અધિક મુખ્ય સચિવ રહેલા છે. મળતી માહિતી મુજબ, EDની આ કાર્યવાહી દરમિયાન ઘણા મોટા ખુલાસા સામે આવી શકે છે. આ કેસમાં સુબોધ અગ્રવાલની પણ ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે તેવી સંભાવના રહેલી છે.

 

આ ખરાબ રાજનીતિ છે : CM ગેહલોત

દરોડાનો જવાબ આપતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, “શું આટલા મોટા દેશમાં આર્થિક અપરાધ થતો નથી? એજન્સીઓએ ત્યાં ધ્યાન આપવું જોઈએ. EDનું ફોકસ માત્ર રાજકારણીઓ પર છે. અમારા પ્રમુખ દોતાસરા અને મારા પુત્ર પાસેથી EDને કશું મળ્યું નથી. સરકારને પછાડવા માટે EDનો ઉપયોગ કરવો એ ખોટું છે. ચૂંટણી જીતવા માટે ED-CBI દ્વારા ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે.” ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું, તો બીજી તરફ તેણે જયપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોટાસરાના ઘરે દરોડા પાડ્યા હતા.

આ પણ જુઓ :લો બોલો, રાજસ્થાનમાં ED અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા

Back to top button