સૌરાષ્ટ્રમાં આજે બપોરે 3.6ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો આવ્યો, લોકો ઘરની બહાર દોડ્યા

– ફક્ત 15 દિવસમાં જ ગુજરાતની ધરતી ફરી એકવાર ધ્રુજી
– આજે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો
– આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ
– ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 24KM દૂર નોંધાયું છે
રાજકોટ: ફક્ત 15 દિવસમાં જ ગુજરાતની ધરતી ફરી એકવાર ધ્રુજી છે. બે વિક પહેલા નવસારીમાં ભૂંકપ આવ્યા બાદ આજે સૌરાષ્ટ્રની ધરતી ફરી ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. ભૂંકપના આંચકાની જાણ થતાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરે 12:37 વાગે રાજકોટમાં જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે, ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આજે બપોરે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 24KM દૂર નોંધાયું છે. આ આંચકો હળવો હોવાથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું હોવાની માહિતી હાલ સુધીમાં તો સામે આવી નથી.












