ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ડોલરની જેમ અખાતી દેશોમાં પણ ચાલતો હતો રૂપિયો, ત્યારે આટલી હતી કિંમત

નવી દિલ્હી, 4 ઓક્ટોબર, 2025: આજે આપણે ડોલરની તાકાત અને વિદેશી ચલણોની અગત્યતાની વાત કરીશું, પરંતુ શુ તમે જાણો છો કે એક એવો પણ સમય હતો જ્યારે અખાતી (ગલ્ફ)દેશોમાં ભારતીય રૂપિયો જ ચાલતો હતો. ખાડી દેશો જેમ કે ઓમાન, કતાર, બહેરીન, કુવૈત, યુએઇ અને કેટલાંક વિસ્તારોમાં પણ ભારતીય રૂપિયાનો સીધો જ ઉપયોગ થતો હતો. આ તે સમય હતો જ્યારે આ દેશોની પોતાની મજબૂત ચલણ વ્યવસ્થા સ્થાપિત થઇ ન હતી અને ભારતની સાથે તેમના વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધો ઘણા ઊંડા હતા.

1959માં, ભારત સરકારે ગલ્ફ દેશો સાથે વ્યવહારો માટે ગલ્ફ રૂપી નામનું એક ખાસ ચલણ બહાર પાડ્યું હતું.  તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા છાપવામાં આવતું હતું, પરંતુ તે ફક્ત વિદેશી ઉપયોગ માટે હતું. તેનો મુખ્ય હેતુ ભારતીય રૂપિયાનો ઉપયોગ દેશમાંથી ગેરકાયદેસર રીતે સોનાની આયાત કરવા માટે થતો અટકાવવાનો હતો. 1960ના દાયકામાં, ગલ્ફ રૂપી અને ભારતીય રૂપિયાનું મૂલ્ય લગભગ સમાન હતું. એટલે કે, 1 ગલ્ફ રૂપી 1 ભારતીય રૂપિયાના બરાબર હતું. તે સમયે ભારતીય રૂપિયાને ખૂબ મજબૂત માનવામાં આવતો હતો.

અહેવાલો દર્શાવે છે કે 1965માં, 1 ભારતીય રૂપિયા લગભગ 1.30 યુએસ ડોલર સેન્ટના સમકક્ષ હતા. આનો અર્થ એ થયો કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય આજના કરતા ઘણું વધારે હતું. 1970ના દાયકામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. 1966માં, ભારતે રૂપિયાનું અવમૂલ્યન કર્યું, જેનાથી ગલ્ફ દેશોની ભારત પરની ચલણ નિર્ભરતા નબળી પડી હતી.

ધીમે ધીમે, કુવૈત, ઓમાન, બહેરીન, કતાર અને યુએઈ જેવા દેશોએ પોતાના ચલણ જારી કર્યા, અને ગલ્ફ રૂપી બંધ કરવામાં આવ્યો હતો.  1973માં, યુએઈએ પોતાનો દિરહામ શરૂ કર્યો, ત્યારબાદ ઓમાન, જેણે પોતાનું ચલણ, રિયાલ રજૂ કર્યું. ત્યારબાદ કતાર અને દુબઈએ સંયુક્ત રીતે કતાર-દુબઈ રિયાલ જારી કર્યા, પરંતુ બાદમાં તેમને અલગ કરી દીધા હતા.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકી આગળ હમાસ ઝૂકી ગયું: ગાજા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

Back to top button