જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણથી નાણાંકીય સમાવેશીતાને કોઇ નુકસાન નહીઃ સીતારમણ

નવી દિલ્હી, 5 નવેમ્બર, 2025: કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રોની બેન્કોના ખાનગીકરણથી નાણાંકીય સમાવેશીતા કે રાષ્ટ્રીય હિતને કોઇ નુકસાન થશે નહી. દિલ્હી યુનિવર્સિટીના દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડાયમંડ જ્યુબિલી લેક્ચરમાં બોલતા, સીતારમણે કહ્યું કે 1969માં બેંકોના રાષ્ટ્રીયકરણથી નાણાંકીય સમાવેશ અંગે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
તેમણે કહ્યું કે, “રાષ્ટ્રીયકરણથી પ્રાથમિકતા ક્ષેત્રોને ધિરાણ આપવામાં અને સરકારી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં મદદ મળી, પરંતુ સરકારી નિયંત્રણને કારણે, જાહેર ક્ષેત્રની બેંકો બિનવ્યાવસાયિક બની ગઈ હતી.”
તેમણે કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં રાષ્ટ્રીયકરણના ઉદ્દેશ્યો સંપૂર્ણપણે પ્રાપ્ત થયા નથી, પરંતુ બેંકોના વ્યાવસાયિકકરણ સાથે, તે ઉદ્દેશ્યો સારી રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે.
નાણામંત્રીએ વધુમાં કહ્યું, “કેબિનેટના નિર્ણય અનુસાર જ્યારે આપણે બેંકોનું વ્યાવસાયિકીકરણ કરીએ છીએ અથવા તેમનું ખાનગીકરણ કરવા માંગીએ છીએ, ત્યારે દરેકને બેંકિંગ સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યને નિષ્ફળ બનાવશે તે ધારણા ખોટી છે. તેવુ બિલકુલ એવું નથી.” તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોના ગેરવહીવટને કારણે 2012-13માં “ડબલ-બુકિંગ સમસ્યા” થઈ હતી, જેને સુધારવામાં છ વર્ષ લાગ્યા હતા. પરંતુ હવે, ભારતીય બેંકો સંપત્તિ ગુણવત્તા, ચોખ્ખા વ્યાજ માર્જિન અને લોન અને થાપણ વૃદ્ધિના સંદર્ભમાં ઉત્તમ સ્થિતિમાં છે.
સીતારમણે કહ્યું, “જ્યારે બેંકોને વ્યાવસાયિક રીતે અને બોર્ડ-સ્તરના નિર્ણયો હેઠળ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રીય અને બેંકિંગ બંને હિતોનું રક્ષણ થાય છે.”
જાહેર ક્ષેત્રની બેંકોના પુનર્ગઠન હેઠળ, બેંકોની સંખ્યા 2017માં 27ની સરખામણીમાં ઘટાડીને 12 કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ એલન મસ્કની 89 કરોડની સેલરી રોકો, ટેસ્લા શેરધારકોની બેઠક પહેલા મચી મોટી બબાલ












