અમદાવાદના નારોલમાં નશામાં ધૂત ટેન્કરચાલકે સર્જ્યો અકસ્માત: એકનું મૃત્યુ

અમદાવાદ, ૧ જુલાઈ, ૨૦૨૫: અમદાવાદના નારોલમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. ગઈકાલે નારોલમાં બોમ્બે હોટલ પાસે પેટ્રોલ ટેન્કરે એક યુવકને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં બોમ્બે હોટલ પાસે BRTS બસ સ્ટોપ પાસે એક પેટ્રોલ ટેન્કર ચાલકે પૂરપાટ ઝડપે બેઠેલા એક યુવાનને ટક્કર મારી હતી. એટલું જ નહીં, પેટ્રોલ ટેન્કર ચાલકે ભાગવાનો પ્રયાસ કરતી વખતે બે કાર અને BRTS બસ સ્ટોપના થાંભલાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બાદ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. આ પછી, પેટ્રોલ ટેન્કર ચાલકને પકડી લેવામાં આવ્યો હતો. આ પછી, એક જાગૃત નાગરિકે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર ફરિયાદ નોંધી હતી અને પેટ્રોલ ટેન્કર ચાલકની ધરપકડ કરી હતી.












