ટ્રેન્ડિંગવર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી, જાણો શું કહ્યું

Donald Trump : ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈની અંતિમ યાત્રા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને ફરી એકવાર કડક શબ્દોમાં ધમકી આપી છે. ટ્રમ્પે સોમવારે (સ્થાનિક સમય મુજબ) બે ટૂંક વાત કરતા કહ્યું કે, ‘કાં તો તેઓ અમારી સાથે કરાર (ડીલ) કરી લે અથવા અમે તેમનું નામનિશાન મટાવી દઈશું.’ અમેરિકી રાષ્ટ્રપતિની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઈરાનમાં તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના કેટલાક દિવસો સુધી ચાલનારા અંતિમ સંસ્કારની વિધિઓ ચાલી રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ કોઈપણ સંજોગોમાં જીત હાંસલ કરશે. તેમણે કહ્યું, ‘અમે કાં તો કરાર કરીશું અથવા તો આ કામ પૂરું કરીને જ જંપીશું.’ તેમણે આગળ ઉમેર્યું કે, ઈરાનને ખતમ કરવું ખૂબ જ સરળ કામ હશે, તેમાં કોઈ મુશ્કેલી નહીં નડે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ટ્રમ્પે એવું પણ કહ્યું કે, તેઓ કરાર કરવાનું વધુ પસંદ કરશે, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે ઈરાનના 9.1 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થાય. પરંતુ જો તેઓ ઈચ્છે તો માત્ર એક કલાકની અંદર ઈરાનના તમામ બ્રિજ (પુલ) અને પાવર ગ્રીડને તબાહ કરી શકે છે.

આ પણ વાંચો :આમિર ખાનની પત્ની ગૌરી સ્પ્રેટની નેટવર્થ અને પ્રોફેશન વિશે જાણો

આ પણ વાંચો :મણિપુર: આસામ રાઇફલ્સના કાફલા પર IED બ્લાસ્ટ અને અંધાધૂંધ ફાયરિંગ, 2 જવાનો શહીદ

Back to top button