ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દેવાયત ખવડના ફરી મોરેમોરા: તાલાલા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિત ગંભીર ગુનાઓ નોંધાયા?

ગીર સોમનાથ, 13 ઓગસ્ટ 2025: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયા છે. તાલાલા પોલીસ મથકમાં તેમની સામે અને તેમના 14 સાગરીતો સામે હત્યાનો પ્રયાસ, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચવી, ધમકી આપવી અને તિક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડવી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ ગુનાઓ ભારતીય દંડ સંહિતા (IPC)ની 9 કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં આરોપીઓને સખત સજાનો સામનો કરવો પડી શકે છે.
ફરિયાદ મુજબ, દેવાયત ખવડ અને તેમના સાથીઓએ તાલાલાના ચિત્રાવડ ગામ નજીક ધ્રુવરાજસિંહ નામના યુવક પર જૂની અદાવતને લીધે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ખવડની ફોર્ચ્યુનર અને અન્ય એક ક્રેટા કારે ધ્રુવરાજસિંહની કારને 5-6 વખત ટક્કર મારી, બાદમાં 10-15 લોકો લોખંડની પાઈપો સાથે ઉતરી અને તેમને માર માર્યો. હુમલામાં ધ્રુવરાજસિંહને હાથમાં બે અને પગમાં એક ફ્રેક્ચર થયા છે, અને તેમની સોનાની ચેઈન તથા રોકડ રકમની લૂંટ થઈ હોવાનું જણાવાયું છે. ખવડે ધ્રુવરાજસિંહને બંદૂક બતાવી પોલીસ ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી.
પોલીસે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગુનો નોંધી, તપાસ શરૂ કરી અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. દેવાયત ખવડનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં 2015માં ચોટીલા અને મુળી પોલીસ મથકમાં મારામારી તથા હત્યાના પ્રયાસના કેસો તેમજ 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
Back to top button