વિશ્વના મજબૂત સંકેતો છતાં પણ જાણો આજે કેવુ રહેશે શેરબજાર

મુંબઇ, 30 એપ્રિલ, 2025: આજે શેરબજારમાં નિફ્ટી 50 અને સેન્સેક્સમાં નરમાઇ જોવા નળી શકે છે. તાજેતરમાં બજારમાં જોવા મળેલા ભારે ઊછાળા બાદ છેલ્લા કેટલાક સત્રોથી બજારમાં રેન્જ બાઉન્ડ કામકાજ જોવા મળી રહ્યા છે. આજે સવારે 7.45 કલાકે ગિફ્ટ નિફ્ટી 75 પોઇન્ટ નરમ હતો. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સામેના પગલાં બાબતે ભારતની ત્રણેય સેનાને છૂટો દોર આપી દેતા જણાવ્યું હતુ કે તમે જ ટાર્ગેટ નક્કી કરો, સ્થળ અને સમય પણ તમે જ નક્કી કરો, ત્યારે હવે સેના શું પગલાં લે છે તેની અવઢવમાં બજારમાં કટોકટી સર્જાઇ શકવાની પૂરેપૂરી સંભાવના છે.
જ્યારે વોલસ્ટ્રીટ પર શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ક્રૂડ અને સોનાની કિંમતો કોર્પોરેટ કમાણી સામે દબાઇ ગઇ હતી. જે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વાટાઘાટમાં પ્રગતિના સંકેતો આપવાને આભારી છે. અમેરિકાના ત્રણ મોટા બજારોમાં રાત્રે તેજી જોવા મળી હતી.
જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.75 ટકા, એસએ્ડપી 500 0.58 ટકા અને નાસડેક કંપોઝીટ 0.55 ટકા વધ્યો હતો. બીજી બાજુએશિયન શેરોમાં જોઇએ તો કંપનીઓ નબળી આર્થિક વ-દ્ધિને પચાવી શકશે તેવા આશાવાદ પાછળ એસએન્ડપી 500 સતત છઠ્ઠા દિવસે વધ્યો હતો. જ્યારે જાપાનીઝ અને તાઇવાનના ઇન્ડેક્સમાં નજીવો વધારો થયો હતો. તેમજ હોંગકોંગને હેંગસેહ પણ અર્ધો ટકો નીચે ટ્રેડ થતો જોવા મળ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલીને કારણે ઘરેલુ બજાર પ્રતિભાવ આપે તેવી શક્યતા છે. એનાલિસ્ટોના અનુસાર નિફ્ટીમાં ઉપરમાં નજીકના પ્રતિકાર સપાટી 24,450 છે અને તે વટાવે તો નિફ્ટી 24,550-24,600 સુધી જઇ શકે છે. જોકે ઘટાડો લેવાલીની તક હોવાનું પણ એનાલિસ્ટો જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ કંગાળ પાકિસ્તાને ફરી IMF સામે 1.3 અબજ ડોલરની મદદ માટે ઝોળી ફેલાવી












