વૈશ્વિક બજારોને અવગણતા ભારતીય ઇક્વિટી માર્કેટમાં નરમાઇ

મુંબઇ, 3 જૂન, 2025: વિશ્વ બજારના પોઝીટીવ સંકેતો છતાં પણ આજે ભારતીય ઇક્વિટી બજારમાં નરમાઇ જોવા મળી છે. જેના પરિણામે બીએસઇ સેન્સેક્સ 200 પોઇન્ટથી નીચે ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 30 પોઇન્ટ નીચે ખુલી છે.
દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી પ્રારંભિક ટ્રેડમાં ઉપર રહ્યો હતો. નોંધનીય છે કે ગઇકાલે સેન્સેક્સ 77 પોઇન્ટ અને નિફ્ટી 34 પોઇન્ટ ઘટીને બંધ આવ્યા હતા.
એશિયન બજારોમાં આજે તેજી મળી છે. જેમાં જાપાનનો નિક્કેઇ 225 0.36 ટકા વધ્યો હતો અને ટોપીક્સ ફ્લેટ રહ્યો હતો. જ્યારે દક્ષિણ કોરિયાના બજારો મતદાનને કારણે બંધ રહ્યા હતા. તેમજ ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/એએસએકસ 200 પણ 0.19 ટકા વધ્યો હતો.
બીજી બાજુ અમેરિકન બજારોમાં ધીમા સુધારાથી પ્રારંભ થયો હતો. ડાઉ જોન્સ 35 પોઇન્ટ વધ્યો હતો, તેમજ એસએન્ડપી ફ્યુચર્સ પણ 0.41 ટકા અને નાસડેક 0.67 ટકા વધીને બંધ આવ્યા હતા.
નિષ્ણાતોના મતે પ્રિઓપનીંગ માર્કેટમાં આજે શ્રીરામ ફાઇનાન્સ, હિન્દાલ્કો, ઇટર્નલ, એચસીએલ ટેક, ટાઇટન કંપનીમાં તેજી દેખાઇ રહી છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી પોર્ટ્સ, એલએન્ડટી, એચડીએફસી લાઇફ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નરમ છે.
આ પણ વાંચોઃ ચીનના એક પગલાંથી મુશ્કેલીમાં ભારતીય કંપનીઓ, જાણો શું છે ખરેખર મામલો












