નેશનલ

દિલ્હી બ્લાસ્ટ કેસ: પરવેઝ અન્સારી વિદેશમાં આકાઓથી કરતો હતો વાત, ઈન્ટરનેશન સીમ કાર્ડ જપ્ત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ATS એ દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી પરવેઝ અન્સારીના ઘરે દરોડા પાડી ઘણી મહત્વની વસ્તુઓ જપ્ત કરી છે. જેનાથી ભારત અને વિદેશમાં તેના સંપર્કો વિશે મહત્વપૂર્ણ વિગતો બહાર આવી શકે છે. ATS ટીમે દરોડા દરમિયાન છ કીપેડ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. આ મોબાઈલ ફોનનો ઉપયોગ તે વિદેશમાં ઘણા લોકો સાથે વાચતીચ કરતો હતો તેવી માહિતી સામે આવી છે.

દિલ્હી બ્લાસ્ટ કેસમાં એટીએસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ કડીઓ ઉપર હાલ સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસ વેળા લખનૌ ATS એ પરવેઝ અન્સારીના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઘણા એવા સઘન પુરાવાઓ મળી આવ્યા છે. આ પુરાવાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે પરવેઝે જમ્મુ અને વિદેશમાં લોકો સાથે વાતચીત કરવા માટે એક ખાસ મોબાઇલ ફોન અને આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. ATS એ ઘરમાંથી એક કમ્પ્યુટર, એક ગુપ્ત ડિસ્ક અને ત્રણ મોટા છરીઓ પણ જપ્ત કરી હતી, જેનાથી મહત્વપૂર્ણ ખુલાસા થવાની અપેક્ષા છે.

26 જાન્યુઆરી અને દિવાળી પર હતો વિસ્ફોટનો પ્લાન

આ કેસના મુખ્ય આરોપી ડૉ.મુઝમ્મિલ શકીલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, 26 જાન્યુઆરી અને દિવાળીના રોજ લાલ કિલ્લા પર બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી હતી. ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમરએ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં લાલ કિલ્લાની રેકી (સર્વેક્ષણ) પણ કરી હતી. ડૉ. ઉમર એ જ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે જેણે i20 કારમાં વિસ્ફોટકો ભરેલી વાહન લઈને લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કર્યો હતો.

Back to top button