ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું રાહુલ ગાંધીએ લગાવેલો ‘વોટ ચોરી’ના દાવા ખોખલા છે? ચૂંટણી પંચનું અલ્ટીમેટમ છતાં એફિડેવિટ જમા ન કરાવ્યું

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અથવા તેમના કોઈ પ્રતિનિધિએ ચૂંટણી પંચના અલ્ટીમેટમ છતાં વોટ ચોરી પર કોઈ એફિડેવિટ આપ્યું નથી. જો કે ચૂંટણી પંચ દ્વારા તેના માટે આપવામાં આવેલી સાત દિવસની મર્યાદા હવે ખતમ થઈ ચુકી છે. કોંગ્રેસ નેતાએ કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા અને બિહારમાં વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ભાજપ અને ચૂંટણી પંચમાં મિલીભગત છે. ત્યાર બાદ ચૂંટણી પંચે એક પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીને પોતે કરેલા દાવાના સમર્થનમાં પુરાવા સહિત એફિડેવિટ રજૂ કરવા કહ્યું હતું. ચૂંટણી પંચે તેના માટે સાત દિવસનો સમય આપ્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે 17 ઓગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે કાં તો તેને પોતાના દ્વારા લગાવેલા મતદાર યાદી અનિયમિતતાના પુરાવા સાથે શપથ અને ઘોષણા પાત્ર રજૂ કરવું જોઈએ અથવા તો દેશ પાસે માફી માગવી જોઈએ, કેમ કે કારણ કે ત્યારે તેમના વોટ ચોરીના દાવા નિરાધાર સાબિત થઈ જશે.

બીજો વિકલ્પ આપમેળે માન્ય થઈ જાય છે

TOI ના એક અહેવાલમાં ચૂંટણી પંચના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી તરફથી કોઈ પુરાવા કે સોગંદનામું ન મળવાને કારણે, બીજો વિકલ્પ આપમેળે માન્ય થઈ જાય છે. ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા અનુસાર, “રાહુલના ‘મત ચોરી’ના દાવા અમાન્ય થઈ ગયા છે અને સંબંધિત મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) દ્વારા આગળની કોઈપણ કાર્યવાહી માટે જવાબદાર નથી.”

કમિશને ઔપચારિક નિવેદન બહાર પાડ્યું નથી

જોકે, ચૂંટણી પંચ દ્વારા આ બાબતે કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી અને તે આવવાની શક્યતા ઓછી છે. મતદાર યાદીમાં વિસંગતતાઓ દર્શાવવા અને તેને સુધારવા માટેની પ્રક્રિયા સમજાવતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 17 ઓગસ્ટના રોજ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મતદારો અથવા પક્ષો દ્વારા નિયુક્ત બૂથ લેવલ એજન્ટો (BLA) ડ્રાફ્ટ મતદાર યાદી પર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) સમક્ષ દાવા અને વાંધા નોંધાવી શકે છે, જે રાજ્ય સરકારના અધિકારી અને ચૂંટણી નોંધણી અધિકારી (ERO) પણ છે અથવા અંતિમ મતદાર યાદી પ્રકાશિત થયા પછી સુધારા કરાવવા માટે બે-પોઇન્ટ અપીલ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકે છે.

CEC એ શું કહ્યું?

CEC એ કહ્યું હતું કે, “જો કોઈ સમય મર્યાદામાં ભૂલો દર્શાવતું નથી અને ચૂંટણી પરિણામને પડકારવા માટે 45 દિવસની અંદર ચૂંટણી અરજી દાખલ કરતું નથી અને છતાં પણ ‘મત ચોરી’ ના ખોટા આરોપો લગાવીને મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, તો શું તે બંધારણનું ઉલ્લંઘન નથી?” તેમણે કહ્યું હતું કે, “એક જુઠ્ઠાણું, જો ઘણી વખત પુનરાવર્તિત થાય, તો તે સત્ય બનતું નથી.” રાહુલને સહી કરેલ ઘોષણાપત્ર સબમિટ કરવા વિનંતી કરતા, CEC એ સમજાવ્યું હતું કે કોઈપણ મતદારને ફરિયાદ કરવાનો અધિકાર છે; તેવી જ રીતે, BLA પણ શપથ હેઠળ ફરિયાદ કરી શકે છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ભયંકર અકસ્માત: શ્રદ્ધાળુઓથી ભરેલા ટ્રેક્ટરને ટ્રકે મારી જોરદાર ટક્કર, 8 લોકોના મૃત્યુ, 43 ઘાયલ

Back to top button