ટોપ ન્યૂઝસ્પોર્ટ્સ

CWG 2022 : સાક્ષી મલિકની કમાલ, એક જ દાવમાં જીત્યો ગોલ્ડ મેડલ

2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજોની કમાલ જોવા મળી છે. આઠમાં ચાર-ચાર ભારતીય કુસ્તીબાજોએ બર્મિંગહામમાં ચાલી રહેલી ગેમ્સની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જે પૈકી સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો છે. સાક્ષી મલિકે મહિલાઓની 62 કિગ્રાની ફાઇનલમાં બાય-ફોલ દ્વારા કેનેડાની એના ગોડિનેઝ ગોન્ઝાલેઝને 4-4થી હરાવ્યો હતો. સાક્ષી મલિક એક સમયે 4-0થી પાછળ હતી પરંતુ એક જ દાવમાં તેણે કેનેડિયન ખેલાડીને પછાડી દીધી હતી.
મેન્સ ફ્રીસ્ટાઇલ 65 કિગ્રાની ફાઇનલમાં બજરંગ પુનિયાએ ગોલ્ડ જીત્યો હતો
બજરંગ પુનિયાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. મેન્સ ફ્રીસ્ટાઇલ 65 કિગ્રાની ફાઇનલમાં બજરંગ પુનિયાએ કેનેડાના એલ.  મેકલીન 9-2.  બજરંગે પહેલા હાફમાં ચાર પોઈન્ટ લીધા હતા.  ત્યારપછી બીજા હાફમાં મેકલીને બે પોઈન્ટ સાથે વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બજરંગે વધુ તક આપી ન હતી.
Back to top button