નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને સીએમના અભિનંદન

ભુજ, 24 જુલાઇ 2025: BSF મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે સંવાદ કર્યો હતો. તેઓ ગુરુવારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમણે નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
બનાસકાંઠાની મુલાકાત દરમિયાન જવાનો સાથે સંવાદ
પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.
જવાનોની ગતિવિધિ નજીકથી જાણવાની લોકોને મળી છે તક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરીઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.
સરહદી ચોકીઓમાં પાણી પહોંચતા સરકારનો આભાર મનાયો
BSFના આઈ.જી. અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાં BSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીને BSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.
આ પણ વાંચો:કચ્છ સૌરાષ્ટ્રની વીજ કંપની પીજીવસીએલમાં સૌથી વધુ 525 કરોડની વીજ ચોરી પકડાઇ
આ પણ વાંચો:ગુજરાત: શિક્ષકોને VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાતા વિવાદ, ‘સ્વેચ્છા’એ મંદિરમાં સેવા આપશ












