ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

FDI વ્યવસ્થાને ઉદાર બનાવશે કેન્દ્ર સરકાર, વિદેશી રોકાણ થશે આસાન

નવી દિલ્હી, 19 ઓગસ્ટ, 2025: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય 100 દિવસના સુધારા એજન્ડા પર કામ કરી રહ્યુ છે, જેનો હેતુ સીધા વિદેશી રોકાણ (FDI) વ્યવસ્થામાં રાહત આપવાનો અને પડોશી દેશોમાંથી રોકાણ વધુ આસાન બનાવવાનો છે. આ સુધારા એજન્ડામાં સ્ટાર્ટઅપ માટે કર લાભમાં વધુ વધારો કરવાનો પણ પ્રસ્તાવ છે. મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ આ જાણકારી આપતા કહ્યુ કે ચામડુ અને પગરખા ઉદ્યોગ માટે પર્યાવરણીય માપદંડોમાં કેટલી ઢીલ આપવી, નિકાસ વધારવાના ઉદ્દેશ્યથી ઇ-કોમર્સ કેન્દ્રોની સ્થાપનામાં તેજી લાવવી, ભારત ટ્રેડનેટ દ્વારા ટ્રેકીંગમાં તેજી લાવવી અને એક જ પ્લેટફોર્મ પર પ્રયોગશાળા પરીક્ષણ અને પ્રમાણની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પણ પ્રસ્તાવ છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા પગલાંથી ભારતીય માલ પર અમેરિકાના ઊંચા ટેરિફ વચ્ચે ભારતને નિકાસ વધારવામાં મદદ મળશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે એક મીડિયા ગ્રુપ ઇવેન્ટમાં જણાવ્યું હતું કે સરકાર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ ઝડપથી આગળ વધવા માટે 100 દિવસના પરિવર્તન એજન્ડા પર કામ કરી રહી છે.

આ અંતર્ગત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર આપેલા વચનોને પૂર્ણ કરવા પર કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિશ્વની કોઈ પણ તાકાત 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનતા રોકી શકશે નહીં. ભારત વિશ્વના સૌથી પસંદગીના ગ્રાહક બજાર અને ટોચના રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

પડોશી દેશો તરફથી FDI માટે હાલમાં મંજૂરી જરૂરી છે

જુલાઈ 2024માં પ્રિ-બજેટ આર્થિક સર્વેમાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને નિકાસ બજારને ટેપ કરવા માટે ચીનમાંથી FDI વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાલમાં ભારતમાં સૌથી વધુ FDI આપોઆપ મંજૂરી હેઠળ આવે છે. જો કે, ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોમાંથી આવતા FDIને કોઈપણ ક્ષેત્રમાં ફરજિયાત સરકારી મંજૂરીની જરૂર છે. ભારત સાથે જમીન સરહદો ધરાવતા દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન છે. સંરક્ષણ, મીડિયા અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં વિદેશી રોકાણકારો માટે સરકારી મંજૂરી જરૂરી છે. જોકે, કેટલાક સંવેદનશીલ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ પણ પ્રતિબંધિત છે.

આ પણ વાંચોઃ ટેરિફ નીતિઓ પર ટ્રમ્પ પીછેહટ કરી શકે છે, ભારતીય શેરબજારમાં વેચવાલીને બદલે રોકાણનો સમય

Back to top button