અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી
રામોલ CTM એક્સપ્રેસ હાઇવે પાસે કારમાં તોડફોડ, CCTVમાં ઘટના કેદ

અમદાવાદ 14 જુલાઈ 2025: અમદાવાદના રામોલ CTM એક્સપ્રેસ હાઇવે નજીક આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે પાર્ક કરેલી એક કારમાં તોડફોડની ઘટના બની હતી. આ ઘટના સ્થળે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ તોડફોડ કારમાં પેસેન્જર ભરવાને લઈને થયેલા ઝઘડાની અદાવતના કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં જયદીપ ચૌહાણ, સુનિલ ડાંગી, અંકિત ડાંગી અને ભુરિયો નામના શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રામોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. CCTV ફૂટેજના આધારે ઘટનાની વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.












