અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

BZ ગ્રુપ સ્કીમ કેસ: ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજી પર સુનવણી વકીલે આપી આ ખાતરી?

અમદાવાદ 13 ઓગસ્ટ 2025: BZ ગ્રુપ પોન્ઝી સ્કીમ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી પર GPID કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. આ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા 8 મહિનાથી જેલમાં છે. બચાવ પક્ષે કોર્ટમાં દલીલ કરી કે આરોપીની ધરપકડ સુધી કોઈ ડિફોલ્ટ થયું નથી અને જો તેને જામીન મળે તો તમામ બાકી નાણાં ચૂકવવામાં આવશે. બચાવ પક્ષના વકીલે 10 દિવસમાં 5 કરોડ રૂપિયા જમા કરાવવાની બાંહેધરી આપી.
જોકે, સરકારી પક્ષે જામીન અરજીનો વિરોધ કર્યો અને જણાવ્યું કે આરોપીએ અગાઉ પણ આવા દાવા કર્યા હતા, પરંતુ તેનું પાલન થયું નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી 21 ઓગસ્ટ, 2025 સુધી મુલતવી રાખી છે.
આ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પર 6,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે, જેમાં 14,000થી વધુ રોકાણકારોને છેતરવામાં આવ્યા હોવાનો અંદાજ છે. CID ક્રાઈમ દ્વારા તપાસ ચાલુ છે, અને આરોપીની ધરપકડ બાદ અનેક દસ્તાવેજો અને પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

Back to top button