ટોપ ન્યૂઝબિઝનેસ

RBIની મોનિટરિંગ પોલિસી પહેલા જ શેરબજાર ડાઉન, આ સ્ટોકમાં ઘટાડો

Stock Market News : આજે (06 ફેબ્રુઆરી 2026) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નાણાકીય નીતિની જાહેરાત પહેલા જ શેરબજારમાં ઘટાડો થયો છે. સેન્સેક્સ 155 પોઈન્ટ ઘટીને 83,175.29 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 25,600 પર ટ્રેડ કરી રહ્યો છે. વૈશ્વિક સેન્ટિમેન્ટમાં ફેરફાર પછી આ ઘટાડો થયો છે.

BSEના 12 શેરોમાં ઘટાડો જોવા મળ્યો

BSEના ટોચના 30 શેરોમાંથી, 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે 18 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે, જેમાં ટેક ઇન્ફોસિસ અને વિપ્રો સૌથી વધુ ઘટ્યા છે. એનટીપીસી, એચડીએફસી અને મારુતિ પણ સૌથી વધુ ઘટ્યા છે.

સોના-ચાંદીમાં પણ ઘટાડો

શેરબજારમાં ઘટાડાની સાથે, સોના અને ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી-કોમોડિટી માર્કેટમાં ચાંદી ₹12,000 ઘટીને ₹2.29 લાખ થઈ ગઈ છે. સોનામાં આશરે ₹2,000નો ઘટાડો થતાં તે હવે ₹1.49 લાખ પર છે. સોના અને ચાંદીમાં ઘટાડાની સાથે, ગોલ્ડ ETFમાં આશરે 2 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીમાં આશરે 6 ટકાનો ઘટાડો થયો છે.

રેપો રેટ પર આજે નિર્ણય

નોંધનીય છે કે આજે RBIની 10મી નાણાકીય નીતિ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા રેપો રેટ (Repo Rate)ના નિર્ણયની પણ જાહેરાત કરશે. આજે એશિયન માર્કેટમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર ભારતીય શેરબજાર (Stock Market) પર જોવા મળી હતી.

Back to top button