ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ દર

Gold-Silver Price Today: આજે (27 માર્ચ 2026) ફરી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ચાંદીના ભાવ હવે પ્રતિ કિલોગ્રામ 2,25,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 1,31,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જાણો 18,22 અને 24 કેરેટના નવા ભાવ

સોના અને ચાંદીના ભાવ ફરી ઘટ્યા

ભારતીય બુલિયન બજારમાં આજે (27 માર્ચ 2026, શુક્રવારે) અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીના ભાવ ફરી ઘટ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની સત્તાવાર વેબસાઇટ, ibjarates.com અનુસાર સવારે જાહેર કરાયેલા નવી કિંમતોમાં સોનું અને ચાંદી સસ્તી થઈ છે.

આટલો થયો ભાવ

આજે જાહેર કરાયેલા નવા ભાવ મુજબ, 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને રુપિયા 1,43,715 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. 999 શુદ્ધતાવાળી ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે, જે પ્રતિ કિલોગ્રામ 2,25,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.આજે સવારે ibjarates.com પર જાહેર કરાયેલા દરો અનુસાર, 995 શુદ્ધતા (23 કેરેટ) સોનાનો દર 1,43,140 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જ્યારે 916 શુદ્ધતા (22 કેરેટ) સોનાનો દર 1,31,643 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નોંધનયી છે કે, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતા ભાવ દેશભરમાં માન્ય છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી રજાઓ સિવાય, શનિવાર અને રવિવારે ભાવ જાહેર થતા નથી. રામ નવમીની રજાને કારણે ગુરુવાર, 26 માર્ચે ભાવ જાહેર કરવામાં આવ્યા ન હતા.

22-24 કેરેટ સોનું કેટલા રૂપિયા સસ્તું થયું?

Gold Silver Price Today સોના ચાંદીના આજના ભાવ

અગાઉના ટ્રેડિંગ દિવસે, 25 માર્ચે 22-24 કેરેટ સોનાનો ભાવ શું હતો?

24 કેરેટ સોનું

સવારનો ભાવ – 1,44,643
સાંજનો ભાવ – 1,46,205

22 કેરેટ સોનું

સવારનો ભાવ – 1,32,493
સાંજનો ભાવ – 1,33,924

સોમવારથી શુક્રવાર સુધી ibjarates.com પર દરરોજ સવારે અને સાંજે સોના અને ચાંદીના ભાવમાં નવા ભાવ જાહેર થાય છે, જેમાં GST શામેલ નથી, અને દાગીના ખરીદતી વખતે મેકિંગ ચાર્જ અલગથી ચૂકવાનો હોય છે.

આ પણ વાંચો : રુપિયો ઐતિહાસિક તળિયે, ડૉલર સામે સૌથી નીચા સ્તરે પહોંચ્યો

Back to top button