બસ ડ્રાઇવરને આવી આંચકી અને… બેંગલુરુમાં 9 વાહનોને અડફેટે લીધા

કર્ણાટકઃ 12 ઓક્ટોબરઃ 2025: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે રવિવારે (12 ઓક્ટોબર) એક મોટો અકસ્માત થયો હતો. BMTC (બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની એક બસ અનિયંત્રિત થઈને 9 વાહનો સાથે અથડાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત ત્યારે થયો જ્યારે બસ ડ્રાઇવરને અચાનક આંચકી આવી અને તેણે ભૂલથી એક્સિલરેટર દબાવી દીધું. તેનાથી બસ બેકાબૂ થઈને આગળ વધતી ગઈ અને એક પછી એક વાહનને ટક્કર મારી.
ડ્રાઇવરને આવી આંચકી અને
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ડ્રાઇવરને અચાનક આંચકો આવવા લાગ્યા, અને બસ સતત આગળ વધતી ગઈ.
CCTV footage surfaced today shows the BMTC bus driver suddenly suffering a seizure, accidentally pressing the accelerator and losing control of the vehicle.
The conductor tried to stop the bus, but the incident happened too fast.As per report the driver was rushed to a nearby… https://t.co/IgdQ8yRC7V pic.twitter.com/qf4SVyXlas
— Karnataka Portfolio (@karnatakaportf) October 12, 2025
આ દરમિયાન કંડક્ટર આગળ વધ્યો અને તેણે બસને કાબૂમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ સમયસર તે બસને રોકી શક્યો નહીં. બસે 9 વાહનોને કચડી નાખ્યા. બસે ઑટો, કાર અને બાઇકને ટક્કર મારી હતી.
અકસ્માતમાં 9 વાહનોને મારી ટક્કર
અકસ્માતમાં એક ઑટો ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કુબ્બન પાર્ક ટ્રાફિક પોલીસે બસ ડ્રાઇવરની અટકાયત કરીને તપાસ શરૂ કરી દીધી છે. પ્રશાસને કહ્યું કે હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે અને ઘટનાના કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાત: મંત્રીમંડળના વિસર્જન પહેલા મંત્રીઓની કફોડી સ્થિતિ, દિવાળી કાર્ડમાં મંત્રી લખવું કે MLA!












