ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

Budget 2025: કેન્દ્રીય બજેટ બાદ તરત ગુજરાત સહિત આ 7 રાજ્યોનું બજેટ આવશે

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આખા દેશની નજર આ કેન્દ્રીય બજેટ પર છે. કેન્દ્ર સરકારના આ બજેટ આવ્યા બાદ દેશ દેશના અલગ અલગ રાજ્યોના બજેટ પણ આ મહિનામાં આવવાના છે. આ મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ભારતના સાત રાજ્યોનું બજેટ આવશે, જેમાં બિહાર, યૂપી, રાજસ્થાન અને ઝારખંડ સામેલ છે. કેન્દ્રીય બજેટ બાદ રાજ્યોની સરકારો પણ પોતાના રાજ્યમાં બજેટ નક્કી કરશે.

કયા સાત રાજ્યોમાં બજેટ આ મહિને રજૂ થશે?

  • સૌથી પહેલા ઉત્તર પ્રદેશ વિધાનમંડળની, જેનું બજે આ મહિનાના બીજા અઠવાડીયા એટલે કે 7થી 14 ફેબ્રુઆરીની વચ્ચે આવવાનું છે. આ વખતે યૂપીમાં લગભગ આઠ લાખ કરોડના બજેટનું અનુમાન છે.
  • ઉત્તર પ્રદેશ બાદ હરિયાણાનું બજેટ, રાજ્યનું બજેટ ફેબ્રુઆરીના બીજા અઠવાડીયામાં આવી શકે છે.
  • યૂપી,હરિયાણા બાદ રાજસ્થાનનું બજેટ પણ 19 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
  • ગુજરાત વિધાનસભાનું બજેટ પણ 20 ફેબ્રુઆરીએ રજૂ થશે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે.
  • છત્તીસગઢ વિધાનસભાનું બજેટ સત્ર 24 ફેબ્રુઆરીથી શરુ થશે
  • 24 ફેબ્રુઆરીએ જ ઝારખંડ વિધાનસભાનું બજેટ સત્ર શરુ થવાનું છે.
  • ફેબ્રુઆરીના અંતિમ દિવસો એટલે કે, 2 તારીખના રોજ બિહાર વિધાનમંડળનું બજેટ રજૂ થવાની આશા છે. લોકોને આશા પર આ બજેટ ખરુ ઉતરશે કે નહીં?

અહીં ઉલ્લેખનિય છે કે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આઠમી વાર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મોદી સરકારનું આ બજેટ 60 લાખ કરોડ રુપિયા સુધીનું રહેવાનું અનુમાન છે. લોકોને મોંઘારીથી રાહત આપવા અને યુવાનોને રોજગાર આપવા પર ફોકસ વધારે રહે તેવી આશા છે. મહિલા વર્ગ માટે ખાસ જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો: વર્ષે 20 લાખ રુપિયા કમાનારા લોકોને મોટી ખુશખબર આપી શકે છે મોદી સરકાર, બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત

Back to top button