નેશનલબજેટ-2023

બજેટ-2023 : દેશની સુરક્ષા માટે કેટલો થશે ખર્ચ ? પડોશી દેશ સામે શું છે બજેટમાં ફાળવણી

ભારતમાં દેશની સુરક્ષાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી સંરક્ષણ બજેટમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક વખત દેશની સરહદ પર તણાવની સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે સુરક્ષા દળો પાસે પુરતા હથિયારો અને અન્ય યુદ્ધના સામાનો ખરીદવા માટે સંરક્ષણ ક્ષેત્રમાં બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પાકિસ્તાન અને ચીન જેવા દેશોએ ભારત પર આક્રમણ કરી ચૂક્યા છે. આર્થીક રીતે નબળુ પાકિસ્તાન પણ પોતાની સેનાની તાકાત વધારવાના પ્રયત્નો કરી રહ્યું અને અને ચીનનું સૈન્ય પણ ઘણુ મજબૂત છે. ત્યારે ભારતે પણ પોતાનું સૈન્યબળ પણ વધુ મજબૂત બને તે માટે અને આધુનિક હથીયારો ખરીદી શકાય તે માટે સંરક્ષણ બળમાં 13 ટકા વધારો કરવામાં આવ્યો છે.

સંરક્ષણ બજેટમાં વધારો કરાયો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈ કાલે દેશનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં દરેક ક્ષેત્ર માટે બજેટની ફાળવણી કરી છે. ત્યારે આ વખતે ડિફેન્સ સેક્ટરનું બજેટ પણ જાહેર કરવામા આવ્યુ હતુ જેમાં સંરક્ષણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે વર્ષનું સંરક્ષણ બજેટ 5.94 કરોડ રૂપિયા કરવામા આવ્યું છે. જેમાંથી રેવન્યુ ખર્ચ પર 2.7 લાખ કરોડ અને પેન્શન પર 1.38 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે.

મૂડી ખર્ચ માટે કુલ 1.62 કરોડ ફાળવવામાં આવ્યા

ગયા વર્ષે 2022-23માં સંરક્ષણ બજેટ 5.25 લાખ કરોડ હતું. ત્યારે આ વર્ષનું સંરક્ષણ બજેટ 5.94 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે કે આ વર્ષે સંરક્ષણ બજેટ માં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં મૂડી ખર્ચ માટે કુલ 1.62 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેથી નવા હથિયારો, એરક્રાફ્ટ, યુદ્ધ જહાજ જેવા સામાનની ખરીદી કરી શકાય છે. આમ આ વર્ષે મૂડી ખર્ચ પણ ગયા વર્ષ કરતાં 6 ટકા વધુ છે. આમ આ વર્ષનું સેરક્ષણ બજેટ દેશના જીડીપીના 2 ટકા છે. અને કુલ બજેટના 13 ટકા છે.

સંરક્ષણ બજેટ-humdekhengenews

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ઉદ્યોગો માટે કરવામાં આવી જાહેરાત, હવે ક્યા પ્રકારના લાભ મળશે?

ભારતનું બજેટ પા.ક અને ચીનની સરખામણીએ

પાકિસ્તાન અને ચીન સાથે સારા સબંધો નથી જેના કારણે સરહદ પણ અનેક વખત તણાવની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. ત્યારે ભારતનું સૈન્ય વધુ મજબૂત બને તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી આ વર્ષે પણ દેશના સંરક્ષણ બજેટમાં વધારો કરવામા આવ્યો છે. ત્યારે પાકિસ્તાન અને ચીન દેશની સરખામણીએ ભારતનું બજેટ કેટલું છે. તે સૌ કોઈને પ્રશ્ન થતો હશે. ત્યારે અમે તમને ભારતના સંરક્ષણ બજેટની સરખામણીમાં પા.ક અને ચીનના દેશનું બજેટ કેટલું છે. તે જણાવીશું

ભારતનું સંરક્ષણ બજેટ પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતા 13 ગણું વધારે

જાણકારી મુજબ ભારતનું સંરક્ષણ બજેટ પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતા 13 ગણું વધારે છે. તો બીજી તરફ ચીનનું સંરક્ષણ બજેટ ભારત કરતા ત્રણ ગણું વધુ છે. પાડોશી દેશ ચીન 17 દેશો સાથે સરહદો ધરાવે છે. જયારે પાકિસ્તાન ચાર દેશો સાથે સરહદ ધરાવે છે. અને જો ભારતની વાત કરીએ તો ભારત 7 દેશો સાથે સરહદો ધરાવે છે. ગયા વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ19 લાખ કરોડ અને પાકિસ્તાનનું 61 હજાર કરોડ હતું.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેલાડીઓ પર મોદી સરકાર મહેરબાન, સ્પોર્ટ્સ બજેટમાં કર્યો આટલો વધારો

Back to top button