ટ્રેન્ડિંગમનોરંજન

બોલિવૂડની એ બોલ્ડ ફિલ્મ, જેમાં હીરોએ અડધી ઉંમરની હસીના સાથે કર્યો રોમાન્સ

Bollywood Movies with Huge Age Gaps: “ના ઉમ્ર કી હો સીમા, ના જન્મોકા હો બંધન…” આ પંક્તિઓ બોલિવૂડની કેટલીક ફિલ્મો માટે એકદમ સચોટ બેસે છે. તાજેતરમાં ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’માં શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની જોડીને લઈને ચર્ચાઓ તેજ થઈ છે, ત્યારે ચાલો જાણીએ એવી ફિલ્મો વિશે જેમાં હીરોએ પોતાનાથી ઘણી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરીને ઈતિહાસ રચ્યો છે.

45 વર્ષનું અંતર: ‘નિશબ્દ’નો વિવાદ અને બોલ્ડનેસ

અમિતાભ બચ્ચન અને જિયા ખાનની ફિલ્મ ‘નિશબ્દ’ બોલિવૂડની સૌથી બોલ્ડ ફિલ્મોમાંની એક ગણાય છે. રામ ગોપાલ વર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જ્યારે શૂટિંગ થયું ત્યારે અમિતાભની ઉંમર ૬૪ વર્ષ અને જિયા ખાનની ઉંમર માત્ર ૧૯ વર્ષ હતી. એક આધેડ વયના ફોટોગ્રાફર અને તેની પુત્રીની બહેનપણી વચ્ચેના જટિલ સંબંધોની આ વાર્તાએ સમાજની પરંપરાગત વિચારધારાને પડકારી હતી. ફિલ્મના કેટલાક સીન્સ ફેમિલી સાથે જોવામાં તમે અસહજ અનુભવી શકો છો.

30 વર્ષનો તફાવત: ‘ચીની કમ’નો અનોખો અંદાજ

વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘ચીની કમ’માં પણ અમિતાભ બચ્ચને 30 વર્ષ નાની અભિનેત્રી તબ્બુ સાથે રોમાન્સ કર્યો હતો. આર. બાલ્કીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં લંડનના એક શેફ અને એક આત્મવિશ્વાસુ મહિલા વચ્ચેની લવ સ્ટોરી દર્શાવવામાં આવી હતી. જોકે આ ફિલ્મમાં હાસ્ય અને લાગણીઓનું સંતુલન હતું, પરંતુ ઉંમરના આટલા મોટા તફાવતને કારણે તે સમયે આ ફિલ્મ ખૂબ જ બોલ્ડ કદમ માનવામાં આવી હતી.

આવી ફિલ્મોએ સાબિત કર્યું છે કે, બોલિવૂડ ક્યારેક સમય કરતા આગળ વધીને સંવેદનશીલ અને અલગ વિષયોને પડદા પર રજૂ કરવાની હિંમત બતાવે છે. જોકે, આ ફિલ્મોનું કન્ટેન્ટ પુખ્ત વયના લોકો માટે વધુ યોગ્ય છે.

આ પણ વાંચોઃ શાકમાં વધારે મીઠું પડી ગયું? ગભરાશો નહીં, અપનાવો આ 5 દેશી જુગાડ

આ પણ વાંચોઃ ‘હિંદુ કોઈ પણ મંદિરમાં જઈ શકે છે’ જસ્ટિસ નાગરત્નાની ‘સુપ્રીમ’ ટિપ્પણી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button