ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

પરંપરાગત અંદાજમાં સામંથાનું બેબી શાવર, તસવીરો થઈ વાયરલ

Samanatha Ruth Prabhu: સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samanatha Ruth Prabhu) હાલમાં પોતાના પ્રેગ્નન્સી ફેઝનો આનંદ માણી રહી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે અને પોતાના જીવન સંબંધિત અપડેટ્સ સતત શેર કરતી રહે છે. આગામી થોડા દિવસોમાં સામંથા પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની છે. તાજેતરમાં જ એક્ટ્રેસની ગોદભરાઈ (સીમંત)ની વિધિ સંપૂર્ણ રીત-રિવાજો સાથે સંપન્ન થઈ છે. આ પ્રસંગની અનેક તસવીરો અને વીડિયો એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યા છે. આ ધાર્મિક વિધિઓમાં કલા આવરણ (શ્રી કલ્પમ), અભિષેકમ તેમજ અન્ય પરંપરાગત પૂજા-વિધિઓ સામેલ હતી.

સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિધિઓની તસવીરો શેર કરવાની સાથે દરેક રસમનું વિશેષ મહત્વ પણ સમજાવ્યું હતું. તસવીરો સાથે તેણે લખ્યું કે તે હંમેશાં પોતાની પરંપરાઓનું ખૂબ આદર કરે છે. બની શકે કે તેને દરેક વિધિનો અર્થ સંપૂર્ણપણે ન સમજાતો હોય, પરંતુ તેને હંમેશાં એવો અહેસાસ થતો રહ્યો છે કે મંત્રોચ્ચારના ધ્વનિ, જાપથી નિર્માણ થતી સકારાત્મક ઊર્જા અને પેઢીઓથી ચાલી આવતી આ પ્રથાઓ પાછળ કોઈ ઊંડો અને પવિત્ર અર્થ ચોક્કસ રહેલો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સામંથાની ગોદભરાઈની વિધિઓ

સામંથાએ જણાવ્યું કે જ્યારે શ્રી વિદ્યા ઉપાસક પંડિતે તેમને દરેક વિધિ વિશે વિગતવાર સમજાવવાનું શરૂ કર્યું, ત્યારે ધીમે-ધીમે સમજાયું કે આ સમગ્ર પૂજા કેટલી ઊંડા વિચાર-વિમર્શ સાથે તૈયાર કરવામાં આવી છે. દરેક મંત્રનો એક ચોક્કસ ઉદ્દેશ હતો, દરેક ચઢાવાનો પોતાનો વિશેષ અર્થ હતો અને દરેક પગલાનું આગવું મહત્વ હતું.

 

View this post on Instagram

 

તેણીએ વધુમાં જણાવ્યું કે કલા આવરણ (શ્રી કલ્પમ) એ શ્રી વિદ્યા પરંપરાની એક અત્યંત વિશિષ્ટ રસમ છે. તેમાં દેવીની 94 કળાઓ એટલે કે તેમના અલગ-અલગ દિવ્ય ગુણોનું સન્માન કરવામાં આવે છે. થનારી માતાના સાત ચક્રોના માધ્યમથી આ શક્તિઓનું પૂજન થાય છે. પવિત્ર જળ અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આ ચક્રોને શુદ્ધ તેમજ ઊર્જાવાન કરવામાં આવે છે, જેથી ચેતના અને સકારાત્મક ઊર્જાનો સતત પ્રવાહ જળવાઈ રહે.

આ પણ વાંચો:ચીન સામે ભારતની જમીન નહીં બને હથિયાર, બીજિંગનો દાવો

એક્ટ્રેસે જણાવ્યું કે આ વિધિનો સૌથી ભાવુક કરી દેતો ભાગ એ હતો કે તેમાં થનારી માતાને સ્વયં દેવી સ્વરૂપે પૂજવામાં આવે છે. એટલે કે તે સ્ત્રીને પવિત્ર સર્જક માનવામાં આવે છે, જેના થકી એક નવું જીવન આ પૃથ્વી પર જન્મ લેવાનું છે. સમંથાના મતે, આ રસમ ગર્ભમાં ઉછરી રહેલા બાળકની સાથે-સાથે તે સ્ત્રી માટે પણ એક મોટો આશીર્વાદ છે, જે માતા બનવાની સાથે પોતાના એક નવા સ્વરૂપમાં પ્રવેશ કરી રહી છે.

પીળા ડ્રેસમાં અત્યંત સુંદર અંદાજ

લૂકની વાત કરીએ તો, આ પ્રસંગ દરમિયાન સામંથાએ પીળા રંગનો અનારકલી સૂટ પરિધાન કર્યો હતો અને સાથે ‘નો મેકઅપ લુક રાખ્યો હતો. જ્યારે આગળની વિધિઓ માટે એક્ટ્રેસે પીળા રંગની બનારસી સાડી પહેરી હતી, જેમાં તેનો અંદાજ અત્યંત મનમોહક અને સુંદર લાગી રહ્યો હતો.

આ પણ વાંચો:IND vs AFG સિરીઝમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

Back to top button