ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બાહુબલી ધનંજય સિંહની પત્ની સામે ચૂંટણી લડી હતી

Text To Speech

ઉત્તર પ્રદેશ, 07 માર્ચ 2024: ભાજપના નેતા પ્રમોદ યાદવને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અજાણ્યા બદમાશોએ ગોળી મારી દીધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રમોદ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તે ચૂંટણીમાં સપાના ઉમેદવાર પારસ નાથ યાદવ મલ્હાનીથી જીત્યા હતા, જ્યારે બાહુબલી ધનંજય સિંહની પત્ની જાગૃતિ સિંહ બીજા ક્રમે રહી હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના જૌનપુરના બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર ટર્નમાં બની હતી. જ્યાં અજાણ્યા બદમાશોએ બીજેપી નેતા પ્રમોદ યાદવને ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.

Back to top button