
આજે બિહારમાં મુખ્યમંત્રી સચિવાલયમાં સાંજે ચાર કલાકે સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે.
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવાના મુદ્દા પર આજે બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક થઈ હતી. મુખ્યમંત્રી સચિવાલયમાં સાંજે 4 કલાકે બેઠક બોલાવામાં આવી હતી. જેમાં બિહારમાં કઈ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવામાં આવે તેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી, સાથે જ બાકીના વિષયો પર પણ રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠક બાદ નીતિશ કુમારે જાણકારી આપતા કહ્યું કે, સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમ્મતિની સાથે બિહારમાં જાતીય વસ્તી ગણતરી કરાવાનો નિર્ણય લીધો છે. ત્યારે આવા સમયે બહુ જલ્દી કેબિનેટની બેઠક હશે, આ ઉપરાંત જાતિય ગણતરી કરાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.












