ડિગ્રી મોટી પણ પેકેજ નાનું? કેમ્પસ પ્લેસમેન્ટમાં ઘટતા CTC પાછળના 3 મોટા કારણો

Big degree but small package? : એક સમય હતો જ્યારે કોલેજ કેમ્પસ પ્લેસમેન્ટમાં કરોડોના પેકેજની ચર્ચાઓ હેડલાઇન્સ બનતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ભારતમાં હાલ જૉબ માર્કેટમાં ફ્રેશર્સ માટે શરૂઆતની સેલેરી એટલે કે CTCમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ બદલાવ ખાસ કરીને Gen Z અને તેમના પરિવાર માટે ચિંતાનો વિષય બન્યો છે.
મોંઘવારી વધી રહી છે, પરંતુ નવા ગ્રેજ્યુએટ્સને મળતી નોકરીઓમાં પેકેજ પહેલાની સરખામણીએ ઓછું થતું જોવા મળે છે.
CTC ઘટવાના 3 મોટા કારણો
1. AI નો વધતો પ્રભાવ
Artificial Intelligence હવે માત્ર ટ્રેન્ડિંગ વિષય નથી રહ્યો. AI એ એન્ટ્રી લેવલ નોકરીઓ પર સીધી અસર કરી છે. જે કામ પહેલા અનેક ફ્રેશર્સ મળીને કરતા હતા, તે હવે એક અનુભવી કર્મચારી AI ટૂલ્સની મદદથી કરી શકે છે.
કંપનીઓ હવે સામાન્ય ગ્રેજ્યુએટ્સ કરતાં AI સ્કિલ ધરાવતા ઉમેદવારોને વધારે પ્રાથમિકતા આપી રહી છે.
2. અપેક્ષા અને હકીકત વચ્ચે ગેપ
ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ જૂના સમયમાં મળતા ₹10-12 લાખના પેકેજની અપેક્ષા રાખે છે. પરંતુ ઘણી કંપનીઓ હવે ₹4-6 લાખના પેકેજમાં ભરતી કરી રહી છે.
વિદ્યાર્થીઓની અપેક્ષા અને કંપનીઓના બજેટ વચ્ચે મોટો અંતર ઉભો થયો છે.
3. Bench Hiring મોડલમાં ઘટાડો
ખાસ કરીને Information Technology ક્ષેત્રની મોટી કંપનીઓ હવે બિનપ્રોજેક્ટ કર્મચારીઓને રાખવામાં રસ બતાવી રહી નથી. હવે ભરતી ‘Just-in-time hiring’ મોડલ પર થઈ રહી છે, એટલે જરૂર પડે ત્યારે જ ભરતી.
આ કારણે કેમ્પસ પ્લેસમેન્ટમાં પહેલાની જેમ મોટી સંખ્યામાં ઓફરો નથી મળતી.
Gen-Z માટે નવી ચેલેન્જ
આજના સમયમાં ફક્ત ડિગ્રી પૂરતી નથી. કંપનીઓ એવા ઉમેદવારો શોધી રહી છે જે પહેલા દિવસથી જ પરિણામ આપી શકે.
કોડિંગ, ડેટા એનાલિટિક્સ, કોમ્યુનિકેશન અને સોફ્ટ સ્કિલ્સ વગર સારી નોકરી મેળવવી મુશ્કેલ બની રહી છે.
નિષ્ણાતોની સલાહ
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે આગામી થોડા વર્ષો સુધી આવી સ્થિતિ રહી શકે છે. હવે હાઈ સેલેરીથી વધારે સ્કિલ, લર્નિંગ અને ગ્રોથ પર ધ્યાન આપવું જરૂરી છે.
ફ્રેશર્સ માટે શરૂઆતનું પેકેજ નહીં, પરંતુ કારકિર્દીનો વિકાસ વધુ મહત્વનો બની રહ્યો છે.
આ પણ વાંચો : કોણ છે જુહી ભટ્ટ? YouTuber રણવીર અલ્હાબાદિયાએ Instagram પર ઓફિશિયલ કરી રિલેશનશિપ












