ટ્રેન્ડિંગમનોરંજન

સોનાક્ષી સિંહાના લગ્નમાં ન આવવા પર ભાઈ લવ સિંહાએ મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

Text To Speech
  • સોનાક્ષી સિંહાના લગ્નમાં તેના ભાઈ લવ સિંહએ હાજરી ન આપતા સોશિયલ મીડિયામાં થઈ રહી હતી ભારે ચર્ચા
  • ટ્રોલ થયા પછી લવ સિંહે તોડ્યું પોતાનું મૌન, ક્યું, ‘પરિવાર સૌથી પહેલા’

મુંબઈ, 1 જુલાઈ: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે તાજેતરમાં જ લગ્ન કર્યા છે. બંનેએ પહેલા 23 જૂનના રોજ રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા, ત્યારબાદ તેમણે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી. રિસેપ્શનમાં બંનેના ફેમિલી મેમ્બર્સ સિવાય બોલિવૂડના ઘણા સિતારાઓએ હાજરી આપી હતી. આ સમયગાળાની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર જોવા મળ્યા છે. સોનાક્ષીના લગ્નમાં તેના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા જોવા મળ્યા હતા, પરંતુ તેના ભાઈઓ લવ અને કુશ ક્યાંય જોવા મળ્યા ન હતા. આ કારણથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો શરૂ થઈ હતી કે સોનાક્ષીનો ભાઈ ઝહીર સાથેના લગ્નથી નારાજ છે. હવે આ સમાચાર પર સોનાક્ષીના ભાઈ લવે પોતાનું મૌન તોડ્યું છે. લવે ટ્રોલ કરનારાઓને એક અઠવાડિયા પછી જડબાતોડ જવાબ આપ્યો છે.

સોનાક્ષીના લગ્નમાં ન આવવા પર લવે આપી પ્રતિક્રિયા

સોનાક્ષી સિંહાના ભાઈ લવ સિંહાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં લવે લગ્નમાં ન આવવાનું સત્ય જાહેર કર્યું છે. લવે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘મેં લગ્નમાં હાજરી ના આપવાનું નક્કી કેમ કર્યું, મારી સામે ખોટા આધારો પર ઓનલાઈન ઝુંબેશ ચલાવવાથી એ હકીકત બદલાશે નહીં કે મારા માટે મારો પરિવાર પહેલા આવે છે.’

અહીં જૂઓ પોસ્ટ:

લવે માંગ્યો હતો માત્ર બે દિવસનો સમય

સોનાક્ષીના ભાઈ લવ સિંહાને તેમની બહેનના લગ્ન વિશે જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘મહેરબાની કરીને મને એક કે બે દિવસનો સમય આપો. જો મને લાગશે કે હું તમને તમારા દરેકના સવાલોના જવાબો આપી શકીશ તો તમને જરુર આપીશ. પૂછવા માટે આભાર.’

સોનાક્ષીના લગ્નમાં હુમા કુરેશીના ભાઈ સાકિબ કુરેશીએ ભાઈની વિધિ કરી હતી. આ કારણોસર સોનાક્ષીના ભાઈએ લગ્નમાં હાજરી ન આપી હોવાનું અને તે લગ્નથી ખુશ ન હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાવા લાગ્યું હતું.

આ પણ વાંચો: ‘તારા વગર કંઈ નહીં…’ ચેમ્પિયન બન્યા બાદ વિરાટે અનુષ્કા માટે લખી હૃદયસ્પર્શી નોટ

Back to top button