Bengal : બંગાળમાં ‘જંગલરાજ’નું કાઉન્ટડાઉન શરૂ; PM મોદીના TMC પર આકરા પ્રહાર

- રેલી દરમિયાન વડા પ્રધાને જાહેર કર્યું કે આ બ્રિગેડ રેલીથી નવા બંગાળની ક્રાંતિ શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં નિર્મમ સરકાર અને મહાજંગલરાજનો અંત હવે નિશ્ચિત છે
National News: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારતીય જનતા પાર્ટીની એક વિશાળ રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજ્યના શાસક પક્ષ, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં ભ્રષ્ટાચાર, કટ મની સિન્ડિકેટ, હિંસા અને વર્ષોના કુશાસન સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે અને પરિવર્તનની લહેર શરૂ થઈ ગઈ છે.
રેલી દરમિયાન વડા પ્રધાને જાહેર કર્યું કે આ બ્રિગેડ રેલીથી નવા બંગાળની ક્રાંતિ શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં નિર્મમ સરકાર અને મહાજંગલરાજનો અંત હવે નિશ્ચિત છે. તેમણે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સરકારે સત્તા ગુમાવવાના ડરથી લોકોને રેલીમાં હાજરી આપતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોસ્ટર ફાડવાનો આરોપ
પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે રસ્તાઓ પર ટ્રાફિક અવરોધિત કરવામાં આવ્યો હતો, પુલો પર અવરજવર રોકવામાં આવી હતી અને રેલીને રોકવા માટે પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા, છતાં પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે રેલીમાં ભાગ લેનારાઓને ચોર કહીને અપમાનિત કર્યા, જ્યારે જનતા સારી રીતે જાણે છે કે વાસ્તવિક ચોર કોણ છે .પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હવે કોઈ પરિવર્તનને રોકી શકશે નહીં અને ભારતીય જનતા પાર્ટીને મહિષાસુર મર્દિની ના આશીર્વાદ છે. રેલીમાં મોટી ભીડ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે આ તૃણમૂલ કોંગ્રેસ સરકારના અંતના કાઉન્ટડાઉનની શરૂઆત છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોંગ્રેસ, સામ્યવાદીઓ અને ટીએમસી પર નિશાન સાધતા
પીએમ મોદીએ કહ્યું, ટીએમસી સરકારનો એક જ એજન્ડા છે. આ લોકો ન તો પોતે કામ કરે છે અને ન તો બીજા કોઈને કામ કરવા દે છે. જ્યાં સુધી તેમને પોતાનો હિસ્સો ન મળે ત્યાં સુધી તેઓ ગામડાઓ અને ગરીબો સુધી કોઈપણ યોજનાઓ પહોંચતા અટકાવે છે. આ જ કારણ છે કે ટીએમસી સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓને અવરોધે છે. પહેલા કોંગ્રેસ, પછી સામ્યવાદીઓ અને હવે ટીએમસી, આ બધા એક પછી એક સત્તામાં આવ્યા છે, પોતાના ખિસ્સા ભરતા રહ્યા છે, જ્યારે બંગાળમાં વિકાસ કાર્ય અટકી ગયું છે.
આ પણ વાંચોઃ તમિલનાડુ: શું અભિનેતા વિજયની પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે? મોટી અપડેટ સામે આવી












