ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

મુંબઈમાં ઝડપાયા બંગાળના બોમ્બ હુમલાના આરોપીઓ, આશ્રમ નજીક સોકેટ બોમ્બ ફેંકવાનો કેસ

Bengal Bomb Attack Accused Arrested:    મુંબઈ ક્રાઈમ બ્રાંચની ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)એ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આશ્રમ નજીક બોમ્બ ફેંકવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

માહિતી અનુસાર, બંને આરોપીઓને બોરીવલી રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટના 14 મેની હોવાનું જણાવાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ બહરામપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.

આરોપીઓની ઓળખ જાહેર

પોલીસ મુજબ ઝડપાયેલા આરોપીઓની ઓળખ 24 વર્ષીય રોકી ખાન અને 25 વર્ષીય સહાદત સરકાર તરીકે થઈ છે.

રોકી ખાન કાંદી હોટલ પારા વિસ્તારનો રહેવાસી છે અને વ્યવસાયે ડ્રાઈવર છે, જ્યારે સહાદત સરકાર નતુન પુરા ગામનો રહેવાસી હોવાનું અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી

મુંબઈ ક્રાઈમ બ્રાંચે કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને બંને આરોપીઓને પશ્ચિમ બંગાળ પોલીસને સોંપવા માટે બે દિવસની ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું છે સમગ્ર મામલો?

આ કેસ મજીહેરપારા વિસ્તારના કરિયાણાની દુકાનના માલિક પશુપતિનાથ સાહાની ફરિયાદના આધારે નોંધાયો હતો.

ફરિયાદમાં અલી હુસૈન ઉર્ફે લાદેન, હસન SK અને તેમના ત્રણ અજાણ્યા સાથીદારો પર ઘટનામાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

માહિતી મુજબ, 12 મેના રોજ અજાણ્યા લોકોએ આશ્રમ નજીક આવેલા માં દુર્ગા મંદિર સામે વીજ થાંભલા પર લગાવવામાં આવેલા ફોટા ફાડી નાખ્યા હતા.

ત્યારબાદ 13 મેની રાત્રે આશ્રમ નજીકના ખાલી મેદાનમાં સોકેટ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

દુકાનદારે ધમકી મળ્યાનો આરોપ

ફરિયાદ મુજબ, 14 મેની સવારે આરોપીઓ મોટરસાયકલ પર આવી દુકાનદારે ધમકી આપી હતી કે જો પોલીસમાં ફરિયાદ કરાશે તો વધુ બોમ્બ હુમલા કરવામાં આવશે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ ધરપકડથી બચવા માટે ગીતાંજલી એક્સપ્રેસ મારફતે મુંબઈ ભાગી આવ્યા હતા.

Back to top button