ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડ

ઑસ્કાર પહેલાં HCA Awards 2023માં ફિલ્મ RRRએ 4 કેટેગરીમાં એવોર્ડ કર્યા પોતાના નામે

RRR : ભારતીય ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી હેઠળ બનેલી ફિલ્મ RRRએ ભારત પછી હવે દુનિયામાં પણ પોતાનો ડંકો વગાડી રહ્યું છે.ભારતમાં ભવ્ય સફળતા બાદ હવે નિર્દેશક એસએસ રાજામૌલી હેઠળ બનેલી ફિલ્મ RRRએ હવે હોલીવુડમાં પણ ડંકો વગાડી રહ્યું છે.RRRએ આ એવોર્ડ શો પહેલા અન્ય એવોર્ડ શોમાં પણ ધમાલ મચાવી દીધી હતી.RRRએ વધુ એક પ્રતિષ્ઠિત હોલીવુડ એવોર્ડ જીત્યો છે.

HCA Awards 2023માં ફિલ્મ RRRએ જીત્યા 4 એવોર્ડ 

HCA એટલે હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડમાં ફિલ્મ RRRએ આ એવોર્ડ શોમાં 4 એવોર્ડ પોતાના નામે કર્યા છે.જે આ પ્રમાણે છે :

1) બેસ્ટ એક્શન ફિલ્મ
2) બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર
3) બેસ્ટ ઓરીજનલ ગીત
4) બેસ્ટ સ્ટન્ટ્સ આમ આ હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડમાં ફિલ્મ RRRએ 4 એવોર્ડ મેળવ્યા છે.આ એવોર્ડ્સમાં રામ ચરણ એ એવોર્ડ પર પ્રેઝન્ટ કર્યો હતો અને પ્રેઝન્ટર્સની લિસ્ટમાં તેઓ એકલા ભારતીય એકટર હતા.

 

ફિલ્મ RRRએ ઓસ્કાર 2023ની નોમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

ફિલ્મ RRRએ હોલીવુડમાં એવોર્ડ શોમાં ડંકો વગાડી રહ્યું છે દેશવાસીઓ ઓસ્કાર એવોર્ડ 13 માર્ચની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઓસ્કાર 2023ની નોમિનેશન લિસ્ટમાં પણ સ્થાન મળ્યું છે.જેમાંRRR ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ ઓસ્કાર માટે નોમિનેટ થયું છે .

એમ એસ રાજામૌલીની સ્પીચે જીત્યું દિલ

એસએસ રાજામૌલીએ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મારે બેકસ્ટેજ પર જઈને તપાસ કરવાની જરૂર છે… મને લાગે છે કે હું પહેલેથી જ મારી પાંખો ઉગાડવાનું શરૂ કરીશ…અન્ય લોકો સાથે! ખુબ ખુબ આભાર! આ એવોર્ડનો ઘણો અર્થ છે! હું શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું…. એમને પોતાની જીત દેશને સમર્પિત કરતાં કહ્યું કે ‘મારું ભારત મહાન’

આ પણ વાંચો : Mouni Royએ તમામ હદ પાર કરી આપ્યો બોલ્ડ લુક, ફોટોથી લગાવી આગ

Back to top button