ટ્રેન્ડિંગયુટિલીટીવીડિયો સ્ટોરી

હવે થઈ જજો સાવધાન નહીંતર ચોર આવી રીતે પણ કરી રહ્યા છે ચોરી, જૂઓ વીડિયો

Text To Speech
  • લોકોને સજાગ કરવા માટે એક વ્યક્તિએ ચોરોની મોટી યુક્તિનો પર્દાફાશ કર્યો છે. વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

HD ન્યૂઝ ડેસ્ક, 10 જૂન: આપણા દેશનો સામાન્ય માણસ મોટાભાગે ટ્રેન કે બસમાં મુસાફરી કરે છે. અને જો મુસાફરી લાંબી હોય તો તે રસ્તામાં જ તેની ઊંઘ પૂરી કરતો હોય છે. હવે, જ્યારે તે સૂતો હોય ત્યારે તેની બેગમાંથી વસ્તુઓ ચોરાઈ ન જાય તે માટે તે તેની બેગ પર તાળું લગાવીને ઊંધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચોર તમારી બેગનું લોક તોડ્યા વિના પણ તમારો સામાન ગાયબ કરી શકે છે. તમને એમ થતું હશે કે આ કેવી રીતે ચોરી થતી હશે? તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ ચોરીનું ઉદાહરણ જોવા મળ્યું છે. ચાલો જાણીએ કે વીડિયોમાં શું જોવા મળ્યું છે અને કેવી રીતે તાળું તોડ્યા વિના પર ચોરી થાય છે.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ ઘણા લોકો સતર્ક અને સાવધાન થઈ શકે છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ચોરોની યુક્તિને લોકોની સામે ઉજાગર કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે બેગની ચેન બંધ છે. તે બતાવીને તે વ્યક્તિ કહે છે કે ચોર તમારી પાસે બેસીને તમારી બેગની ચેન ઉપર સોલ નાખશે અને તેના પર પેનને મુકીને તેને ખોલી નાખશે. આ પછી તે કિંમતી સામાન બહાર કાઢશે અને ત્યાર પછી ફરીથી તે થેલાની ચેનને આગળ પાછળ બે વાર ખસેડશે અને તમારી બેગની ચેન ફરી બંધ થઈ જશે. તેણે વીડિયોમાં આ સમગ્ર પ્રક્રિયા પણ બતાવી છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો

 

આ વીડિયો દ્વારા તે વ્યક્તિએ લોકોને એલર્ટ/ સાવધાન રહેવાનું કામ કર્યું છે. વીડિયોમાં તેણે મહત્વની માહિતી આપી છે જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ વીડિયોને @GANESHV81214930 નામના એકાઉન્ટ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે એકાઉન્ટ યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્વેલરી બોક્સને બેગમાં ન રાખો.’

આ પણ વાંચો: રસોડામાં કામ કરી રહી હતી મહિલા, અચાનક ફાટ્યો સિલિન્ડર, જૂઓ CCTV

Back to top button