ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પાણીમાં મીઠું નાંખીને નહાવાથી થાય છે તમે વિચાર્યું નહિ હોય તેવા ફાયદા

  • પાણીમાં મીઠું નાંખીને નહાવાથી જે ફાયદા મળશે એ તમને હેરાન કરી દેશે. આ કોઈ નવો કોન્સેપ્ટ પણ નથી. જૂના જમાનાથી લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે

કોઈ પણ ડિશ ગમે તેટલી ટેસ્ટી કેમ ન હોય, પરંતુ જો તેમાં મીઠું જ ભૂલી ગયા હોઈએ તો? ગમે તેટલી મહેનતે બનાવેલી ડિશનો કોઈ જ અર્થ રહેતો નથી. આ વાત પરથી જ આપણે મીઠાનું મહત્ત્વ જાણી શકીએ છીએ. મીઠું ફક્ત રસોડા સુધી જ સીમિત નથી. તમારા તન મન બંનેને જે ફાયદા મળે છે એ જોઈને તમને આશ્ચર્ય પામી જશો. આ કોઈ નવો કોન્સેપ્ટ પણ નથી. જૂના જમાનાથી લોકો તેનો ઉપયોગ કરતા આવ્યા છે. પાણીમાં મીઠું નાંખીને નહાવાથી તમને આશ્ચર્યજનક ફાયદા મળશે, તો જાણો તેના વિશે.

પાણીમાં મીઠું નાંખીને નહાવાથી થાય છે તમે વિચાર્યું નહિ હોય તેવા ફાયદા hum dekhenge news

સોલ્ટ બાથ લેવાની આ છે રીત

સોલ્ટ બાથ લેવા માટે તમારે નહાવાના પાણીમાં એકાદ-બે ચમચી મીઠું નાખવાનું છે. સિંધવ મીઠું તમારા માટે સારું છે. જોકે તમે નોર્મલ મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો. આમ તો હળવા ગરમ પાણીમાં સોલ્ટ બાથ લેવું ફાયદાકારક છે, પરંતુ તમે ગરમીમાં ઠંડા પાણીમાં પણ સોલ્ટ બાથ લઈ શકો છો. મીઠામાં સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક મિનરલ્સ મળી આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

ચમકી ઊઠે છે ચહેરો

પાણીમાં મીઠું મિક્સ કરીને નહાવાથી શરીરમાં જમા થયેલી ગંદકી ધીમે ધીમે નીકળવા લાગે છે. વરસોથી જામેલી ડેડ સ્કિન સાફ થઈ જાય છે. થોડા દિવસ તમે મીઠાના પાણીમાં નહાશો તો અલગ જ ગ્લો આવશે. તમારી સ્કિન પહેલા કરતા સાફ-સુથરી અને સોફ્ટ તેમજ ફ્રેશ દેખાશે. સ્કિન પર કોઈ ઈન્ફેક્શન હોય કે ડાઘ હોય, તે પણ દૂર થઈ જશે.

પાણીમાં મીઠું નાંખીને નહાવાથી થાય છે તમે વિચાર્યું નહિ હોય તેવા ફાયદા hum dekhenge news

વજન ઘટાડવામાં પણ થશે ફાયદો

તમને વિચારીને અટપટું ભલે લાગે, પરંતુ તે સો ટકા સત્ય છે. જો તમે થોડું વજન ઘટાડવા ઈચ્છો છો તો આજથી જ સોલ્ટ બાથ લેવાનું શરૂ કરી દો. મીઠાના કારણે તમારા શરીરના બ્લોક સ્કિન પોર્સ ખુલી જશે, જેના કારણે આપણને વધુ પરસેવો થાય છે અને ઝડપથી ફેટ બર્ન થાય છે.

સ્ટ્રેસ અને થાક દૂર થાય છે

દિવસભરના થાક અને સ્ટ્રેસ બાદ જો તમે રાહત મેળવવા ઈચ્છો છો તો તમે સોલ્ટ બાથ લઈ શકો છો. મીઠાના પાણીમાં નહાવાથી મૂડ રિલેક્સ થઈ જાય છે. શરીરના મસલ્સને રાહત મળે છે. શરીરનો થાક દૂર થાય છે.

વાળની ચમક પાછી ફરે છે

જો તમને લાગતું હોય કે તમારા વાળ ખૂબ જ રુક્ષ થઈ ગયા છે તો એક વાર સોલ્ટ બાથ જરૂર લો. મીઠાના પાણીમાં નહાવાથી તમારા વાળની હેલ્થ સુધરશે. ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે. વાળ સિલ્કી બનીને ચમકશે.

નેગેટિવિટી થશે દૂર

શરીરની સાથે સાથે આપણી આસપાસની નેગેટિવિટીને દૂર કરવા માટે પણ સોલ્ટ બાથ મદદરૂપ છે. જો તમારા જીવનમાં બધુ નકારાત્મક ચાલી રહ્યું હોય તો મીઠાના પાણીમાં નહાવાનું શરૂ કરી દો. તેનાથી તમારી ઉપરની બધી નેગેટિવિટી ખતમ થશે. તમે માનસિક અને શારીરિક પણ સ્વસ્થ થઈ જશો. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

આ પણ વાંચોઃ વીજળીની પણ જરુર નથી પડતી આ દેશી ટ્રેડમિલને ચલાવવામાં, જૂઓ કેવી રીતે કરે છે કામ

Back to top button