ટ્રેન્ડિંગમનોરંજન

આલિયા ભટ્ટની તાકાત છે નીતુ કપૂર, સાસુ માના જન્મદિવસ પર પુત્રવધૂએ વરસાવ્યો ખૂબ પ્રેમ

  • બોલીવુડની જાણીતી અભિનેત્રી નીતુ કપૂરનો આજે 66મો જન્મદિવસ
  • નીતુ કપૂરને ચાહકોથી લઈ સેલેબ્સ સુધી દરેકે તેમને આપ્યી જન્મદિવસની શુભેચ્છાઓ
  • આલિયા ભટ્ટે પણ તેની સાસુ નીતુ કપૂરના જન્મદિવસ પર એક સુંદર પોસ્ટ શેર કરીને વરસાવ્યો પ્રેમ

મુંબઈ, 8 જુલાઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક નીતુ કપૂર આજે તેમનો 66મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર, ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. હવે તેમની વહુ આલિયા ભટ્ટે પણ તેમની સાસુને તેમના જન્મદિવસ પર ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. આટલું જ નહીં, આલિયાએ તેની સાસુ-સસરાની પણ ઘણી પ્રશંસા કરી છે.

આલિયાએ પોતાની સાસુ પર આ રીતે વરસાવ્યો પ્રેમ

આલિયાએ તેના ઈન્સ્ટા પર એક સ્ટોરી શેર કરી છે, સ્ટોરીમાં નીતુ કપૂર સાથે સોની રાઝદાન પણ જોવા મળી રહી છે. બંને સફેદ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. સોફા પર બેઠેલી નીતુ કપૂર હાથમાં સળગતી મીણબત્તી સાથે પોઝ આપતી જોવા મળે છે. આ સુંદર તસવીર શેર કરતી વખતે આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું છે – ‘હેપ્પી બર્થ ડે મમ્મી. મારી શક્તિ, શાંતિ અને ફેશનની તમામ વસ્તુઓનો આધારસ્તંભ. તમને ચાંદ સુધી જઈને ફરી પાછા આવવા સુધીનો પ્રેમ.’ આલિયાની તેની સાસુ મા માટેની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી છે. તમને જણાવી દઈએ કે નીતુ કપૂર દીકરી રિદ્ધિમા કપૂર, જમાઈ અને પૌત્રી સમારા સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે, આનો એક વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે, જેમાં નીતુ કપૂર અડધી રાત્રે પોતાના જન્મદિવસની કેક કાપતી જોવા મળી હતી.

અહીં જૂઓ આલિયાની તેની સાસુ મા માટેની સ્ટોરી:

નીતુ કપૂરની ફિલ્મો

નીતુએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી અને અભિનેત્રી તરીકે ખૂબ જ સફળ રહી છે. નીતુએ 1972માં આવેલી ફિલ્મ ‘રિક્ષાવાલા’થી અભિનેત્રી તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેને ઓળખ અને લોકપ્રિયતા 1973માં આવેલી ફિલ્મ ‘યાદો કી બારાત’થી મળી હતી. 1975માં તે પહેલીવાર ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘ખેલ ખેલ મેં’માં જોવા મળી હતી. આ પછી નીતુ અને ઋષિ કપૂરે લગભગ 11 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જેમાં ‘રફુ ચક્કર’, ‘દૂસરા આદમી’, ‘કભી કભી’, ‘અમર અકબર એન્થની’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ચાહકોએ આ જોડીને ખૂબ પસંદ કરી હતી અને ફિલ્મોમાં તેમની અદભૂત કેમેસ્ટ્રી જોઈને લોકો તેમના દિવાના થઈ થતા હતા.

આ પણ વાંચો: મનીષા કોઈરાલાએ જ્યારે બિકીની પહેરવાનો ઈનકાર કર્યો ત્યારે…જાણો આખી ઘટના

Back to top button