ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

વીજળીની પણ જરુર નથી પડતી આ દેશી ટ્રેડમિલને ચલાવવામાં, જૂઓ કેવી રીતે કરે છે કામ

Text To Speech
  • કેટલાક છોકરાઓએ સાથે મળીને દેશી ટ્રેડમિલ બનાવી છે જેને ચલાવવા માટે વીજળીની પણ નથી પડતી જરૂર. વીડિયો જોયા પછી તમે ચોંકી જશો

HD ન્યૂઝ ડેસ્ક, 8 જુલાઈ: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ એવો વીડિયો જોવા મળે જ છે જેને જોયા પછી લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. જુગાડના આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સવારથી સાંજ સુધી જોવા મળે છે. આવા વાયરલ થયેલા વીડિયોમાંથી એક-બે તો એવા હોય છે કે જોયા પછી આશ્ચર્યચકિત જ કરી દે છે. જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છો તો તમે આવા વીડિયો જોયા જ હશે અને જો તમે ન જોયો હોય તો ચાલો અમે તમને અત્યારે વાયરલ થઈ રહેલા વીડિયો વિશે જણાવીએ.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

તમે બધા ટ્રેડમિલ વિશે જાણતા જ હશો. આ મશીનનો સૌથી વધુ ઉપયોગ જીમમાં થાય છે. લોકો દોડીને પોતાનું વજન અને ચરબી ઘટાડવા માટે આ મશીનનો ઉપયોગ કરે છે. પરંતુ આ મશીન વીજળીથી ચાલે છે. કેટલાક છોકરાઓએ તેમના મગજનો ઉપયોગ કરીને દેશી ટ્રેડમિલ બનાવી છે જેને વીજળીની પણ જરૂર નથી પડતી. વાસ્તવમાં, તેઓએ બે થાંભલાને જમીનમાં ઉભા કર્યા છે અને તેમની વચ્ચેની જમીનને પાણીથી લપસણી બનાવી દીધી છે. આ પછી તે છોકરાઓ થાંભલાને પકડીને તે જગ્યાએ ખુલ્લા પગે દોડી રહ્યા છે. એક છોકરો સમયાંતરે પાણી નાખતો રહે છે, જેથી માટી લપસણી રહે અને દેશી ટ્રેડમિલ ચાલતી રહે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર adityakumar.balwant.1 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાયા છે ત્યાં સુધી આ વીડિયોને 11 લાખ 23 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું – ટ્રેડમિલને તેની ઓકાત બતાવી. અન્ય યુઝરે લખ્યું- સાવધાની હટી, દુર્ધટના ધટી અને દાંત તૂટી. ત્રીજા યુઝરે લખ્યું- લાખો રૂપિયાની મશીનોનું કામ પૂરું થઈ ગયું. ચોથા યુઝરે લખ્યું- રોનાલ્ડોના ઘરમાં પણ આવું નહીં હોય. એક યુઝરે લખ્યું- આ ટેલેન્ટ ગામની બહાર ન જવું જોઈએ.

આ પણ વાંચો: વિદ્યાર્થીએ ગણિતના પેપરમાં લખી શાયરી, શિક્ષકે વીડિયો બનાવી કર્યો શેર, જૂઓ અહીં

Back to top button