ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વીડિયો: જ્યારે રવનીતસિંહ બિટ્ટુએ પીએમ આવાસ પહોંચવા રીતસર રસ્તા પર દોડ લગાવી

Text To Speech
  • રવનીતસિંહ બિટ્ટુ PMના નિવાસસ્થાન તરફ દોડીને જતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

નવી દિલ્હી, 9 જૂન: નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આ વખતે ઘણા નવા ચહેરા જોવા મળશે. જેમાં લુધિયાણાના બે વખત સાંસદ રહેલા રવનીત બિટ્ટુનું નામ પણ સામેલ થઈ શકે છે. શપથગ્રહણ પહેલા તમામ સંભવિત મંત્રીઓને વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રવનીતસિંહ બિટ્ટુ વડાપ્રધાન આવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. આ પછી શું, રવનીતસિંહ બિટ્ટુ પોતાની કારમાંથી ઉતાર્યા અને કાર છોડીને રીતસર રસ્તા પર દોડ લગાવીને પીએમ આવાસ તરફ ભાગતા જોવા મળ્યા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે.

 

કોણ છે રવનીતસિંહ બિટ્ટુ?

રવનીતસિંહ બિટ્ટુ ત્રણ વખત સાંસદ છે. જો કે આ વખતે તેમણે લુધિયાણા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પહેલા જ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર એક વખત આનંદપુર સાહિબથી અને બે વખત લુધિયાણાથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસના અમરિંદર રાજા વડિંગે લુધિયાણા બેઠક પર 20 હજારથી વધુ મતોથી જીત મેળવી છે.

રવનીત બિટ્ટુની ગણતરી કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. તેમની ગણતરી રાહુલ ગાંધીના નજીકના લોકોમાં થતી હતી. જો કે ચૂંટણી પહેલા તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. તે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર છે. માર્ચ 2021માં તેઓ લોકસભામાં કોંગ્રેસના નેતા પણ રહી ચૂક્યા છે.

મોદી કેબિનેટમાં નવા ચહેરા સામેલ થઈ શકે છે

આ વખતે મોદી કેબિનેટમાં ભાજપ સહિત સાથી પક્ષોમાંથી ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. નવા નામોમાં હર્ષ મલ્હોત્રા, શિવરાજસિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, એચ.ડી. કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આ સિવાય JDU તરફથી રામનાથ ઠાકુર અને લલન સિંહના નામ બહાર આવ્યા છે. આ સિવાય જીતન રામ માંઝી, ચિરાગ પાસવાન, જયંત ચૌધરી, વી.એલ. શર્મા, રક્ષા ખડસે, અનુપ્રિયા પટેલ સહિત 30 મંત્રીઓ શપથ લઈ શકે છે.

આ પણ જુઓ: નવીન પટનાયકના ખાસ વી કે પાંડિયને રાજકારણમાંથી લીધો સંન્યાસ, આવું છે કારણ

Back to top button